________________
અણગારનાં અજવાળા ]
[ ૧૩૫
તેમણે જૈનધર્મ અને આગમોનો વિશદ્ અભ્યાસ કર્યો. વર્ષો વીતતાં હતાં. પૂ. શ્રી ગુરુણી લલિતાબાઈ મ.સ.ના સાન્નિધ્યે તેમના આત્મિક સિંચને પૂ. શ્રી તરુલતાબાઈ મ.સ.માં ‘હું’ જાગ્રત થયો. દિશા મળતી ન હતી પણ.....‘મહર્ષિ રમણ’ના પાવન પરમાણુના સ્પર્શે ‘હું કોણ’?નો દિશાબોધ તેમને પ્રાપ્ત થયો. તેઓ કહે છે કે ‘હું'ને પામવાના પ્રયાસોમાં જ જિનવાણીનાં સત્યો તથા તથ્યો ઉકેલવામાં તેમનો આયાસ રહ્યો છે.
તેમણે જૈનદર્શન અને સ્યાદ્વાદને આત્મસાત્ કરેલાં છે, એટલે તેમણે જૈનેતર સંત કવિઓ બનારસીદાસજી, આનંદઘનજી, સંત કબીરના સાહિત્યને સાથે રાખીને યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કર્યો અને ડૉક્ટરેટ માટેના શોધ મહાપ્રબન્ધ Doctorate Thesisનો વિષય રહ્યો : ‘હું આત્મા છું’–ગ્રંથનો જન્મ થયો.
તેઓના આધ્યાત્મિક વિકાસમાં જેઓની ઋણની સતત પ્રતીતિ રહી છે તેમાં પૂ.શ્રી બા.બ્ર. લલિતાબાઈ મ.સ., પૂ.શ્રી જગજીવનજી મ.સા., જેમના સં. ૨૦૨૪માં રાજગૃહીના પવિત્ર તીર્થસ્થાનમાં તેમના ૪૫ દિવસના અનશન દરમિયાન તેમની સેવા સાથે તેમનો દેહાધ્યાસ છૂટતાં નિષ્પન્ન વીતરાગ દશાની સ્મૃતિઓએ પૂ.શ્રીના આધ્યાત્મિક વિકાસમાં પ્રેરણાનું સિંચન કર્યું. પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જેઓનું તન સેવામાં તથા મન આધ્યાત્મમાં” એવું હતું તથા પૂ. શ્રી સંતબાલજી, જેમના વિચારો અને સાહિત્યથી તેઓ ખૂબ પ્રભાવિત રહ્યાં, સ્વામી વિવેકાનંદ તેમજ રામકૃષ્ણ પરમહંસની ભેદવિજ્ઞાનની તેમજ સંત રમણમહર્ષિના પરોક્ષ સાન્નિધ્યથી તેઓ ‘હું કોણ છું'ના સનાતન પ્રશ્નની અનુભૂતિ હેઠળ આવ્યા, જેની ૧૧ વર્ષની ઉંમરથી તેઓ શોધમાં રહ્યા હતાં. અને તેને કારણે જ પુસ્તકનું મૌલિક શીર્ષક ‘હું આત્મા છું'નો ઉદ્ભવ થયો.
શ્રીમદ્દ્ન ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' એ જૈનધર્મનો નિચોડ છે. બધાંને સમજવામાં ખૂબ સરળ છે, છતાં દેખાવમાં સરળ લાગતા આ સાહિત્યમાં ઊંડું આધ્યાત્મિક જ્ઞાન અને તત્ત્વોનું ચિંતન ખૂબ ઠાંસી ઠાંસીને ભરેલું છે.
આત્મસિદ્ધિ શાસ્ત્ર નાનું છે પરંતુ તેમાં તેનું સામર્થ્ય ઘણું મોટું છે. માત્ર ૧૯ વર્ષની નાની બાળ વયે શ્રીમદ્ રાજચંદ્રે વિ.સં. ૧૯૫૨માં