________________
૨૬૨ ]
[ અણગારનાં અજવાળા સંસારનું સ્વરૂપ તેમણે સર્વ રીતે જાણી લીધું છે અને તેથી જ જ્યારે તેઓ કાંઈ વદે છે ત્યારે અદ્વિતિય-કોઈ અજોડ જ્ઞાન આપતા હોય તેમ લાગે છે.”
આવા છે અણગાર અમારા તેમને અમારા કોટિ કોટિ વંદન હજો.
કલાયાગી સાધક :
બા. બ્ર. પૂ.શ્રી નિધિબાઈ મહાસતીજી શુભ નામ : નયનાબહેન. માતાપિતા : શ્રી ભારતીબહેન ધનજીભાઈ રણશી છેડા. જન્મ : સં. ૨૦૧૫, તા. ૨-૩-૧૯૫૯. જન્મસ્થળ : કુંદરોડી (કચ્છ). દીક્ષા : સં. ૨૦૪૨, કારતક વદ ૧૧, રવિવાર, તા. ૮-૧૨-૧૯૮૫. દીક્ષાસ્થળ : કુર્લા (મુંબઈ) સંપ્રદાય : કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ. કાળધર્મ : સં. ૨૦૪૯, શ્રાવણ સુદ ૧૨ ને શુક્રવાર તા. ૩૦-૭-૯૩
જોરાવરનગર (સૌરાષ્ટ્ર). ગુરુણી મૈયા : પૂ.શ્રી છોટાલાલજી સ્વામીનાં સુશિષ્યા પૂ.શ્રી મણિબાઈ
સ્વામી. ધાર્મિક અભ્યાસ : ૧૪ સિદ્ધાંતો અને ૫૧ થોકડાઓ કંઠસ્થ, સંસ્કૃતનાં
બે પુસ્તકોનો અભ્યાસ.
જીવન રાહ બદલાયો : ઈ.સ. ૧૯૫૮નું એક મંગલમય પ્રભાત અને કુંદરોડી ગામ, જ્યાં પિતા ધનજીભાઈને આંગણે ભારતીબહેન માતાની કુક્ષિએ પુણ્ય પ્રકર્ષે નયનાબહેન (પૂ.શ્રી નિધિબાઈ મ.સ.)નો જન્મ થયો. આ તેજસ્વી તારિકા, મુંબઈ ઘાટકોપર, ઝુનઝુનવાલા કોલેજમાંથી ઈગ્લિશ મીડિયમમાં બી.એ.માં અભ્યાસ કરી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયાં. ત્યાં પૂ.શ્રી છોટાલાલજી સ્વામીનાં સુશિષ્યા પૂ. મણિબાઈના ચાતુર્માસમાં તેમના સમાગમમાં આવતાં તેમના જીવનની દિશા બદલાઈ અને તેમનો જ્ઞાનાભ્યાસ શરૂ થયો. જીવનનો