________________
અણગારનાં અજવાળા ]
[ ૨૬૩
રાહ તેમનો બદલાતો જતો હતો અને આધ્યાત્મિક માર્ગે ઝોક વધતાં સંસાર છોડવાનો સંકલ્પ, સાહસ અને સંવેગ વધતો જતો હતો. ૧૪ આગમો કંઠસ્થ કરી લીધાં. જ્ઞાન અને તપના માર્ગે ચારિત્રના માર્ગને સ્વીકારવાની તેમની ભાવના ચરમસીમાએ પહોંચી ગઈ અને અનેક ગુરુવર્યો અને ગુરુણીઓના સાન્નિધ્યમાં સંસારના શણગાર ઉતારી પૂ.શ્રી નિધિબાઈના નામે તા. ૮-૧૨૧૯૮૫ રવિવારના રોજ અણગાર બન્યાં નયનાબહેન.
જ્ઞાન વિાનૢ મોક્ષઃ પૂ.શ્રી નિધિબાઈ વિદ્યા, વ્યવહાર અને વૈયાવચ્ચમાં આગળ વધ્યાં. તપ અને સ્વાધ્યાયમાં રત બનતાં ગયાં. જ્ઞાન સાથે ક્રિયામાં લક્ષ ચૂકતાં નહીં. “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે.” તે વાક્યને પૂ.શ્રીએ હૈયામાં ઉતારી અપ્રમત્ત દશાએ નિરંતર આરાધના કરવાં લાગ્યાં. ચિત્રકલા ક્ષેત્રે પણ તેઓ પારંગત હતાં. તેઓશ્રી જુદાં જુદાં ક્ષેત્રોનો વિહાર ખેડવાં લાગ્યાં. જ્યાં જતાં ત્યાં લાયબ્રેરીનાં પુસ્તકોને ઓપ આપતાં. જ્ઞાનના ક્ષેત્રે આગળ વધતાં અને જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા કરતાં. જૈન સંતો તો ખરે જ વિશ્વમાં હરતાંફરતાં વિદ્યાલયો છે. માનવજાતિના ઉત્થાનમાં તેમનું યોગદાન મોખરે રહ્યું છે. પૂ.શ્રી નિધિબાઈ મ.સ. તપના માર્ગેથી ક્યારેય પાછાં પડ્યાં ન હતાં. તેમની તપશ્ચર્યા કાયમ ચાલુ જ રહેતી. તેઓ ખાસ માનતાં કે તપથી આત્માનું શુદ્ધિકરણ અને ઉર્ધ્વકરણ બંને થાય છે.
તેમણે જોરાવરનગરના પ્રથમ વખતના ચાતુર્માસમાં ૩૧ ઉપવાસની મોટી તપશ્ચર્યા શરૂ કરી. ૩૧ ઉપવાસની લાંબી મજલ તેમણે શાતાપૂર્વક પસાર કરી. તેમનું પારણું પણ ખૂબ શાતાપૂર્વક પૂર્ણ થયું. ભવ્ય પ્રસંગની ઉજવણી ભવ્યતાથી પૂર્ણ થઈ. લોકોએ તેમાં તપ, જપ, વ્રત અને આરાધના દ્વારા ખૂબ સાથ આપ્યો અને મંગલ પ્રસંગ સુંદર રીતે વીત્યો.
વેદનાને વહાલ : પણ પારણાંના બીજા દિવસથી પૂ.શ્રીને પેટની તકલીફ શરૂ થઈ. ડૉક્ટરની સારવાર શરૂ થઈ. હોસ્પિટલમાં તેમને દાખલ કરવાની વાત આવી, પણ પોતે ના પાડી. પેટની વેદનાને વહાલથી ભેટી, આત્મા અને દેહના ભેદવિજ્ઞાનને સમજીને, ઉતારીને આત્મવિજય તરફ તેમણે કૂચ શરૂ કરી. સાંજના પ્રતિક્રમણ કર્યું. બધાંને ખમાવ્યાં. બધા ઠાણા ઉપસ્થિત હોવા છતાં પોતે અનાસક્ત યોગમાં રહ્યાં. નવકારમંત્રના જાપ ચાલુ હતા અને વહેલી સવારે ૩ વાગ્યા ને ૪૦ મિનિટે તેમનો શાશ્વત આત્મા ઉચ્ચ સ્થાને