________________
અણગારનાં અજવાળા ]
[ ૨૬૧ પીએચ.ડી થનાર સાધ્વીરના પૂ. શ્રી નીતાબાઈ મ.સ. છે, જેમણે માત્ર આઠ કોટિ સંપ્રદાયને નહીં પણ સારાયે જૈન જગતને જ્ઞાનની અમૂલ્ય ભેટ આપી છે. તેમણે સંયમી જીવનનાં ૩૫ ચાતુર્માસ કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, બનાસકાંઠા, સુરત, મુંબઈ, સાંગલી આદિ ક્ષેત્રોમાં કર્યા છે અને સંપ્રદાયની શાન વધારી છે.
જ્ઞાનાભ્યાસની સાથે તેમણે “મણિજ્યાપુરુષ', “રત્નલઘુપરિમલ', આગમઅર્ક, લઘુ પ્રેરણાપુષ્પ', “નૂતનવર્ષનો સંદેશ”, “અમરનિધિ', આગમઅમૃત', “આગમઓજસ' આદિ આધ્યાત્મિક પુસ્તકોની જૈન સમાજને ભેટ ધરી છે.
કોઈકે સાચું જ કહ્યું છે ને કે “બહિર્ભત–પરાભવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈને વીખરાઈ જાય છે એને એકત્રિત કરવી એટલે કે ચૈતન્યની વિપરાતી શક્તિઓ સંગ્રહિત કરી એમનો એક પ્રખર સંચય કરવો એનું નામ તપ. ચૈતન્યની શક્તિઓના સંગ્રહથી પણ એક અજોડ નવચેતન પ્રગટે છે. ભ. મહાવીરસ્વામીએ જ્ઞાન-ધ્યાન પછી તપનું સ્થાન આપ્યું છે. તે જ રીતે જ્ઞાનની આરાધના સાથે સાથે પૂ. શ્રી નીતાબાઈ મ.સ. તપના માર્ગને પણ ભૂલ્યા નથી. ૨૦ વર્ષથી વરસીતપની આરાધનાની સાથે માસખમણ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યાઓ સાથે જ્ઞાન અને ચારિત્રની પ્રબળ સાધનાનો અજોડ સમન્વય સાધ્યો છે, જે સારાયે જૈનસમાજ માટે ગૌરવની વાત છે.
આજે જગતે ભૌતિક ભોગવિલાસ તરફ જે દોટ મૂકી છે, જે અનુકૂળતા કે સગવડતા આપે છે પણ શાશ્વત સુખ, શાંતિ, સમાધિ આપવામાં તે નિષ્ફળ જાય છે. પરિણામે માનવી સંઘર્ષોની વચ્ચે જીવી રહ્યો છે ત્યારે ઉઠતાં ત્રિવિધ તાપ-સંતાપ વચ્ચે સત્સંગ, સંતશ્રવણ અને સદ્વાચન એ ત્રિસાધન જ તેને પરમ સુખશાંતિ અને સમાધિની અમૂલ્ય ભેટ આપે છે. પૂ. શ્રી નીતાબાઈ મ.સ. દંડક : એક અધ્યયન' ઉપર થિસિસ લખીને જેને સમાજ ઉપર ખૂબ ઉપકારી રહ્યાં છે.
જ્ઞાની પુરુષો આ જગતના માનવોમાં સાચાં નરરત્નો છે કે જેઓ તત્ત્વાર્થને યથાર્થ જાણે છે. જગકલ્યાણ માટે કહે છે. આ જન્મમરણરૂપ