SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ] [ અણગારનાં અજવાળા એવું એક અણમોલ રત્ન, જે ભાગ્યવંત સૌરાષ્ટ્રના જામનગરના પુણ્યવંતા શ્રેષ્ઠી પિતા પદમશીભાઈ માલદે અને ધર્મલક્ષ્મી ગંગાબહેન માતાની ગોદમાં અવતરણ પામ્યું. માતાપિતા તેનું સંસ્કાર સિંચન કરતાં કરતાં દીકરી જયાનામનું પુષ્પ પમરાટ ફેલાવતું વિકસવા માંડ્યું અને બીજી બાજુ દીકરી જયાના પૂર્વના સંસ્કારો પ્રકાશિત થવા માંડ્યા. કિશોરાવસ્થામાં તેમના શાળાકીય જ્ઞાનાભ્યાસ સાથે યુવાનીમાં પ્રવેશતાં ઉપકારી ગુરુદેવ પૂ. આચાર્યશ્રી છોટાલાલજી સ્વામીનું સાનિધ્ય પ્રાપ્ત થતા જયાબહેનની ત્યાગ અને વૈરાગ્યની એક એક કમળ-પાંદડીઓ ખૂલતી ગઈ. જીવનનો મોડ બદલાયો. એક વળાંક આવી ગયો અને ધર્મ પ્રત્યેનો વેગ સંવેગ વધતો ગયો. તે તરફના માર્ગ પ્રત્યે મક્કમ થઈ દોટ મૂકી. માતાપિતાની અનુજ્ઞા મેળવી ઈ.સ. ૧૯૭૧ની સાલમાં વૈશાખ સુદ એકમના ગુરુવારના રોજ સુરત પાસે આવેલા કઠોર ગામની ભૂમિને આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયમાં પૂ. શ્રી છોટાલાલજી મ. સા.ના શરણમાં વિદુષી એવાં પૂ. શ્રી ગુરુણીમૈયા મણિબાઈસ્વામી તથા પ્રખર વક્તા પૂ. શ્રી ગુરુણીમૈયા જયાબાઈ સ્વામીના શીતલ સાનિધ્યમાં પ્રવજ્યા અંગીકાર કરી પાવન કરી સંસારને છેલ્લી સલામ કરી જયાબહેન નવદીક્ષિત થઈ મંડપમાં પધાર્યા ત્યારે તેમનું નામ નીતાબાઈ મ.સ. તરીકે રાખવામાં આવ્યું. જ્ઞાનાભ્યાસ : તેમની ઉપર મા સરસ્વતીની અનહદ કૃપા વરસતી હતી અને તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, આગમો આદિનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. લગભગ ૨૨ સૂત્રો કંઠસ્થ કયાા બાદ ઘાટકોપર શ્રમણી વિદ્યાપીઠમાં પાંચ વર્ષની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે વિદ્યાભાસ્કરની ડિગ્રી મેળવી. પાર્થડી બોર્ડ અહમદનગરની દસ ખંડની ધાર્મિક પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરી. જૈન સિદ્ધાંત આચાર્યની ડીગ્રી મેળવી. હિન્દી વર્ષા બોર્ડમાં રનસાહિત્યરત્નની ડિગ્રી મેળવી. લાડનૂ રાજસ્થાન યુનિ.માં જૈનોલોજીના બી. એ. અને એમ. એ. કર્યું અને છેલ્લે ઈન્ડોલોજી ઈન્સ્ટિટ્યૂટનાં ડાયરેક્ટર ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ અને સતત પુરુષાર્થને વેગવંતો બનાવી દંડક એક અધ્યયન' એ વિષય પર પીએચ. ડી.નો મહાનિબંધ (થિસિસ) પૂર્ણ કરીને ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયનાં ૨૦૦ વર્ષનાં ઇતિહાસમાં સૌ પ્રથમ
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy