________________
અણગારનાં અજવાળા ]
[ ૧૬૭ “વૈરાગી વિરમે નહીં, કરીએ ક્રોડ ઉપાય; લાગ્યો રંગ મજીઠિયો, કેમે કરી ન જાય.”
એટલે સુધી તારાબહેનને કહેવામાં આવ્યું કે તમારા ગુરુણીને અહીંથી પાછાં વળવાનું કહી દો, પણ જુવાનીમાં જોગનો યોગ લાધ્યો હતો તારાબહેનને.
સંસારવિજેતા : છેવટે તેમને પ્રવજ્યાની રજા મળી. ત્રીસ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી. “માળા ઘો, ગાળતવો ” ગુરુ આજ્ઞા એ જ ધર્મ અને એ જ તપ. દીક્ષા અને ભિક્ષા લેતાં તો ઘણાંને આવડે પણ ગુરુની હિતશિક્ષા લેવી કપરી છે અને પૂ. તારાબાઈ સંપૂર્ણપણે તેમનાં ગુરુ પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને સમર્પિત થયાં.
શાસ્ત્રાભ્યાસ : અનેક શાસ્ત્રો તેમને કંઠસ્થ હતાં. તેમના જ્ઞાનની વસંત હંમેશાં ખીલેલી અને ફાલેલી રહેતી. ઘણા સંપ્રદાયોનાં સાધ્વીજીઓ સાથે શાસ્ત્રવાચન કરતાં અને તેમને સમજાવતાં પણ ખરાં. એક વખત શાસ્ત્રોનું જ્ઞાન મેળવવા તેમનાં સંસારી સગાં આવતાં નજર જતાં શાસ્ત્રજ્ઞ ભગવાનજીભાઈની ટકોર થતાં પછી તેમણે ક્યારેય શાસ્ત્રાભ્યાસની એકાગ્રતાને તોડી નથી. ખરે જ! સાગરમાં ડૂબકી મારી મોતી મેળવવાનાં હોય ત્યારે કિનારે ઊભેલાની પરવા કરવાની ન હોય. પોતે આગમોનાં જ્ઞાતા હતાં છતાં પોતાની જાતને હંમેશાં વિદ્યાર્થી માનતા.
ખમીર અને ખુમારી એક વખત વિહારમાં સામે ડાકુઓ આવ્યા. તેમના પડકારો થયા પણ પોતે નિર્ભયતાથી શાંતિથી ઊભાં રહ્યાં અને ડાકુઓ પાછા જતા રહ્યા. એક વખત ચૂડા શહેરથી વિહાર કરતાં સર્પે દંશ દીધો. પૂ.શ્રીને તો દેહ અને આત્માનું ભેદજ્ઞાન હતું. જીવનમાં ઉતારેલું હતું. લોગસ્સનું સ્મરણ કરતાં તેમણે વિહાર આગળ ચાલુ રાખ્યો. શાસ્ત્રજ્ઞાનના દીવડાના પ્રકાશમાં તેઓ બધાં પ્રસંગોને નિહાળીને નિર્ણય લેતાં. પૂ. વર્ષાબાઈ મ.સ.ના એપેન્ડિક્સના ઓપરેશન વખતે ડૉક્ટરે જ્યારે રાત્રે લૂકોઝના બાટલા ચડાવવાની વાત કરી, ત્યારે પોતે મક્કમ રહી ગ્યુકોઝના બાટલા ચડાવવા ન દીધા. મારે શરણે આવેલા સાધકનું પ્રભુ આજ્ઞાનો ભંગ થવા દઈ તેનું પતન નહીં થવા દઉં. બધાંના વિરોધ વચ્ચે રૂમનાં બારણાં