________________
અણગારનાં અજવાળા ]
ઉજ્વલા
પૂ. શ્રી પ્રભાવતીબાઈ મહાસતીજી
[ ૧૭૩
[દરિયાપુરી સંપ્રદાય]
નામ : પૂ. પ્રભાવતીબાઈ મહાસતીજી
નામ : પૂ. પ્રભાવતીબહેન. હુલામણું નામ બચીબહેન. માતા-પિતા : પૂ. શ્રી સમરતબહેન. પિતા શ્રી જસકરણભાઈ.
જ્ઞાતિ : વીશા ઓસવાલ જૈન.
જન્મદિન : સં. ૧૯૬૨. માગસર માસ. જન્મ સ્થળ ઃ પાલનપુર
લગ્ન : મંગળદાસ મહેતા (નવલખા પિરવાર) કુટુંબમાં.
દીક્ષાદિન : સં. ૧૯૯૪ના ચૈત્ર સુદ ૧૫.
દીક્ષાસ્થળ : પાલનપુર. દીક્ષાગુરુ : પૂ. શ્રી કેસરબાઈ મ.સ.. કાળધર્મ : સં. ૨૦૩૬ ફાગણ સુદ ૧૨ રાત્રિના ૧૧-૪૫ વાગે (ગામની અગિયારસ). સ્થળ : શાહપુર.
એક નાનીશી નિર્ઝરિણીનું વિશ્વના મહાસાગરમાં મળી જવું. પોતાના વ્યક્તિત્વનું વિશ્વવ્યક્તિત્વમાં સમર્પિત કરવું. વ્યક્તિત્વ જાગે તો જ સમર્પણ સંભવે. જે પિંડે છે તે જ બ્રહ્માંડમાં છે. જે પોતાનામાં છે તે જ અને એમ તેવું જ સર્વત્ર છે.
કાળજાના કટકા જેવી વહાલી પુત્રીરત્નને જન્મ આપી જનેતા સમરતબહેન થોડા જ સમયમાં મૃત્યુ પામ્યાં ત્યારે આ બાળકીને ‘બચી’ના હુલામણા નામે બોલાવી તેને વહાલભરી બચીઓથી નહવડાવી દેતાં. બચીબહેનને હિરનું નામ લઈ, હિરમય, સાધુજીવન જીવતા એવા હિર નામે ભાઈ હતા.
પાલનપુરના રહીશ મંગલદાસ રાયચંદ મહેતા (નવલખા પરિવારમાં)ના સુપુત્ર અમરતભાઈ સાથે બાલવયમાં બચીબહેન લગ્નગ્રંથીથી જોડાયા. તેમણે ઉભયકૂળમાં સંસ્કારિતાનો દીવડો પ્રગટાવ્યો,