SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] [ અણગારનાં અજવાળા શિષ્યાઓનો અંતિમ સમય જાણી તેમને સંથારા સહિત અંતિમ આરાધના કરાવી હતી. અમદાવાદમાં ૨૨ વર્ષ રહ્યાં. છેલ્લાં ૭ વર્ષ પગની તકલીફ થવાથી ચાર ચોમાસાં બીમાનગર, સાંરગપુર તથા વિજયનગર કર્યા. ૯૭ વર્ષની ઉંમર, ૭૨ વર્ષનો દીર્ઘ અને શુદ્ધ-વિશુદ્ધ સંયમપર્યાય. તેમનાં શ્રાવકો ૧૦૦ વર્ષ ઊજવવા માંગતા હતા. બીમાનગરથી આગામી ચાતુર્માસ માટે ઘણી વિનંતીઓ આવી. સ્વીકારાઈ પણ ખરી. પણ...તે મધુરું સપનું અધૂરું રહ્યું. પૂ. શ્રીનાં દર્શને પૂ. સંતો, સતીજીઓ, શ્રાવકો દોડી આવતાં. પૂ. શ્રીના વાત્સલ્યમય ધોધ વહેતાં. આંખડીમાંથી અમી ઝરતાં. તે દિવસ કે રાત્રિ કેવી ઊગી! “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે”? પોષ સુદ દસમ, તા. ૨૩-૨-૨૦૦૨ની બુધવારની મધ્યરાત્રિનો ૧ વાગતાનો સુમાર હતો. ગુરુ-શિષ્યા જ્ઞાનચર્ચા કરતાં બેઠાં હતાં. એક બીજાને સૂવાનો આગ્રહ કરતા પૂ. શ્રી સૂતા. પણ તેઓની તબિયત લથડતી હતી તે જાણી શિષ્યા પૂ. શ્રી હંસાબાઈ મ.સ.એ તેમને પૂછી સંથારો, આલોચના કરાવતાં પૂ. શ્રી “જાવ જીવ!” બોલ્યા અને તેમની મુખરેખા પલટી. નવકાર મંત્રની ધૂન ચાલુ કરી ત્યાં તો પાંચ મિનિટમાં પૂ. શ્રીનો આત્મા પરલોકે પ્રયાણ કરવા ઊપડી ગયો. जीवो अणाइ अणिधणो अविणासो अकखओ धुओ णिच । આત્મા અનાદિ, અનિધન (ક્યારેય નિધન ન પામે તેવો) અર્થાત અનંત, અવિનાશી, અક્ષય (ક્ષીણ ન થાય તેવો, ધ્રુવ (શાશ્વત) અને નિત્ય છે. જીવ ક્યારેય અજીવ થતો નથી અને અજીવ ક્યારેય જીવ થતો નથી. (ભગવતી સૂત્ર)
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy