________________
અણગારનાં અજવાળા ]
[ ૧૬૧
મ. સાહેબે શરૂઆત કરી અને તેમની પ્રેરણાથી પૂ. શ્રી આર્યાજી ઝબકબાઈ, પૂ. શ્રી સૂરજબાઈ મ.સા. આદિ ઠાણા ચતુર્માસાર્થે પાલનપુર પધાર્યાં ત્યારે ધર્મપ્રેમી સંઘપતિ શ્રી પીતામ્બરભાઈએ તે સમયની અજ્ઞાનતા અને કર્મદોષને ગણાવી બાળવિવાહના કુરિવાજો અને બાળવિધવા-પણાને કારણે તે સમયે ત્રણ બાળવિધવા દીકરીઓ-કેસર, ચંપા અને તારાને જૈનધર્મનાં રહસ્યો સમજાવી આત્માના કલ્યાણાર્થે સાધના–સંયમ માર્ગ બતાવવા પૂ. શ્રી સતીજીઓને વિનંતી કરી.
તે પ્રમાણે ત્રણેય બહેનોની આત્મ-હિતાર્થે ધર્મ-પ્રવૃત્તિની શરૂઆત થઈ ગઈ. કેસરબહેન ધર્મઆરાધનામાં બરાબર પ્રવૃત્ત થઈ ગયાં. પોતે પૂ. સતીજીઓ, સ્વજનો અને સંઘપતિ તેમાં પ્રેરણા અને વેગ આપવા માંડ્યાં અને દીક્ષાના પંથનું નિર્માણ થયું. પાલનપુરમાં શ્વેતાંબર જૈન સમાજમાં સ્થાનકવાસી અને મૂર્તિપૂજકમાં બન્ને ફીરકામાં એક સ્ત્રીની ભાગવતી દીક્ષાનો આ સૌ પ્રથમ પ્રસંગ હતો. પાલનપુર મુકામે સં. ૧૯૮૨ના જેઠ સુદ ૧૩ને બુધવારે પ્રભાવક આર્યાજી પાસે “કરેમિ ભંતે”નો પાઠ ભણી કેસરબહેને પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. શ્રી કેસરબાઈ બન્યા અણગાર.
તેઓ સરળ, સુશીલ, ઉદાર, ગંભીર, પ્રશાંત અને શાંત સ્વભાવી હતા. પ્રાયઃ બત્રીસે સિદ્ધાંતોનાં પરિશીલન, અનુશીલનને કારણે સર્વ સિદ્ધાંતોનાં હાર્દને જાણવા સમર્થ થયાં હતાં. તેમને સ્થિરવાસ પસંદ ન હતો પણ ગુરુજનો પૂ. શ્રી ઝબકબાઈ મ. સ. તથા પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ની તબિયતને કારણે વઢવાણ ઉપાશ્રયમાં સાતેક વર્ષ સુધી સ્થિરવાસ કરી ગુરુઆજ્ઞાએ ગુરુણીની સેવા અર્થે રહેવું પડેલું. તે સમય દરમ્યાન દીક્ષિતાબહેન તેમજ હીરાબહેનને પૂ. શ્રી મહાસતીજી તરીકે દીક્ષાભિમુખ કર્યાં, જેમનું સ્થાન જૈન જગતમાં વિશિષ્ટ સ્થાન છે. તેમને બે શિષ્યારત્ન હતાં. પૂ. શ્રી પ્રભાબાઈ તેમજ પૂ. શ્રી વસુબાઈ આર્યાજી અન્ય દીક્ષિતાઓને તેમની આ શિષ્યાને સોંપી દેતાં. તેઓ હંમેશ વિચરતાં જ રહેતાં. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર સુધીની ભૂમિ તેમની વિહારભૂમિ હતી. પોતે ગુરુણી છે એ વાત ભૂલી જરૂર પડે ત્યારે પોતાની શિષ્યાઓની સેવાશુશ્રુષા કરતાં. ગુરુ-શિષ્યાની અદ્ભુત જોડી હતી. તેઓને