________________
૧૬૨ ]
[ અણગારનાં અજવાળા અન્યોન્ય આદર અને સદ્ભાવ હતાં. તેમનો પ્રશિષ્યાઓનો પરિવાર મોટો હતો છતાં તેમના સ્વભાવમાં ક્યારેય ઉગ્રતા આવી નથી.
પૂ. શ્રી કેસરબાઈ મ.સ.નું છેલ્લું ચોમાસું સં. ૨૦૩૨નું મણિનગરનાં ઉપાશ્રયમાં સુખશાતા અને ધર્મકરણીની પ્રભાવનાપૂર્વક પૂર્ણ કર્યું. છેલ્લે ચાતુર્માસ અર્થે છીપા પોળ આવતાં પહેલાં સારંગપુર તળિયાની પોળના ઉપાશ્રયે દેહને દોર્યો. ફકીરની ભવિષ્યવાણી પ્રમાણે ૭૫મે વર્ષે તેમને અશાતાનો ઉદય અને દેહમાં આશક્તિ વર્તાવા લાગી. પોતે જપજાપ અને સ્વાધ્યાયમાં વધુને વધુ લીન થવાં લાગ્યાં. સં. ૨૦૩૩ જેઠ સુદ ૧૩ને સોમવારે સવારથી બિમારીનું જોર વધવા લાગ્યું. દર્શનાર્થીઓની ભીડ જામવા લાગી. ૫૧ વર્ષ અગાઉ સં. ૧૯૮રના આ જ દિવસે બરાબર ૧૨-00 વાગે પોતે પ્રવજિત થઈ સંસાર છોડ્યો હતો અને આજે સંયમનાં ૫૧ વર્ષ બાદ ૧૨-૦૦ વાગે દેહ છોડ્યો. મૌન સ્થિતિમાં પૂર્ણ સમાધિભાવે નવકાર મંત્રનાં અજપા જાપ ભણતાં ઉર્ધ્વલોકની યાત્રાભણી તેમનો આત્મા પ્રયાણ કરી ગયો. તા. ૩૦મી મે૧૯૭૭. અહો! આપને અમારા અગણિત વંદન હો...
સાચા સંતનો સંગ મળે, એની આજ્ઞા જીવન બને, દિવ્ય રૂપાંતર થઈ જાયે, સત્ય દર્શન ત્યારે થાય. પ્રેમે વંદન...પ્રેમે વંદન...પ્રેમે વંદન....!