________________
અણગારનાં અજવાળા ].
[ ૧૬૩ ફૂલની સુગંધ પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી
[દરિયાપુરી સંપ્રદાય] સંસારી નામ : શ્રી કેસરબહેન. દીક્ષા પછીનું નામ : પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી. માતાપિતા : માતાશ્રી ઉજમબાઈ, પિતાશ્રી : કપૂરભાઈ જન્મસ્થળ : બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર મુકામે. દીક્ષાદિન : મહા સુદ પાંચમ, ગુરુ : પૂ. શ્રી સૂરજબાઈ મહાસતીજી. દીક્ષાસ્થળ : સાયલા. કાળધર્મ : શ્રાવણ સુદ પાંચમ.
સવિચારનું એક કિરણ સમગ્ર જીવનમાં એવી જ્યોત પ્રગટાવે છે જે અનેક કાળના અજ્ઞાન અને મોહના તિમિરને વિખેરી નાખે છે.
અવનિ ઉપર અસંખ્ય લોકોનું અવતરણ થતું રહે છે, જેમાં અસંખ્ય લોકો માત્ર જન્મી, જીવી અને મૃત્યુ પામી જતા રહે છે, જેમની કશીય નોંધ લેવાતી નથી, પણ તેમાંના કેટલાંક એવા હોય છે કે જેમનાં કાર્યો અને કર્મો ફૂલ જેવા સુગંધિત હોય છે જે પોતાના અને બીજાના જીવનમાં પોતાની સુવાસ ફેલાવતાં જાય છે.
એવી જ રીતે સુવાસ ફેલાવતી દીકરી કેસરનો જન્મ પિતા કપૂરભાઈ અને માતા શ્રી ઉજમબાઈને ખોળો થયો. સમય જતા ક્યાં વાર લાગે છે. લાડકોડમાં ઊછરતી પાંગરતી સંસ્કારી દીકરીએ યૌવનમાં પ્રવેશ કરતાં તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. પણ...રે...જીવનવૃક્ષની ડાળ ઉપર કલરવ કરતા બે પંખીમાંથી એક પંખી કાળના બાણથી વીંધાઈ ગયું અને નાની ઉંમરમાં કેસરબહેનના જીવનના આંગણામાં વૈધવ્ય દસ્તક દઈ ગયું.
જીવનના એક નવા મોડ ઉપર આવીને ઊભેલાં કેસરબહેનના જીવને એક વળાંક લઈ લીધો. પાલનપુરની પાવન ધરતી ઉપર દરિયાપુરી સંપ્રદાયના વિદ્વાન યોગી પુરુષ પૂ. શ્રી લક્ષ્મીચંદજી મ. સા.નું પદાર્પણ થયું.
13