________________
૧૬૦ ]
[ અણગારનાં અજવાળા કેસર હતી. પોતાના પાલવમાં ફૂલો ભરી સમરતબહેન પાસે દોડતી આવીને “બા..બા...” કરતી જાણે તેમનામાં સમાઈ ગઈ અને પતિ ફોજાલાલે કહ્યું કે “આ તારી સ્વપ્નકથા કાંઈક અનેરું સૂચવી જાય છે કે તારી કૂખેથી જરૂર પુણ્યશાળી પગલીવાળી દીકરી પગલાં પાડશે.”
સમરતબહેન સં. ૧૯૫૮ (ઈ.સ. ૧૯૦૨, ફેબ્રુઆરી)માં પુત્રીને જન્મ આપ્યો, જેનું શુભ નામ સ્વપ્નકથા ઉપરથી કેસર રાખવામાં આવ્યું. તેને ચાર ભાઈ અને બે બહેનો હતી. પ્રથમ વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૧૪૧૭)ના સમયે સ્ત્રીશિક્ષણનું કોઈ મહત્ત્વ ન હતું. બાલિકા કેસર પણ સાક્ષરપણાથી વંચિત રહી, પણ જ્યાં એક દિવસ એક ફકીર ભવિષ્યવાણી સુણાવી ગયા કે “કેસરનું આયુષ્ય ૭૫ વર્ષનું છે અને તું સંસાર છોડીને દીક્ષા લઈશ. પતિ સાથેનું તારું જીવન સુખદ્ જશે. તારા પિતા ઘડપણમાં અંધ થશે અને માતા ચૂડી-ચાંદલા સાથે જશે.” તે બાળકીનાં જીવનમાં આ ભાવિકથન સત્ય પુરવાર થયું.
સમય જતાં ખેલતી કૂદતી બાળકી તારુણ્યાવસ્થામાં પ્રવેશતાં તેનું લગ્ન શ્રી ચુનીલાલ મંગળજીનાં પુત્ર બાલચંદ્ર સાથે કરવામાં આવ્યું. પણ સંસાર વ વિચમ્ કેસરનાં લગ્નને પૂરાં બે વર્ષ ન થયાં ત્યાં તો તેના પતિ બાલચંદ્રનું મૃત્યુ થયું. ખાનદાન કુટુંબની સુસંસ્કારિત વિધવા કુળવધૂ કેસરને ભાગે ખૂબ મોટી મૂડી આવી. આ તો કેસર હતું. તે જેમ ઘૂંટાય તેમ તેમ ચંદનની જેમ વધુને વધુ સુવાસિત થતું જાય છે. તેમ કેસરબહેનને આ મૂડી તો શ્વસુરજીની ઉપાર્જિત કરેલી મૂડી હતી. તે પોતાની કેવી રીતે ગણાય? વળી માબાપનું વહાલું વ્યાજ અર્થાત્ પૌત્ર (પોતાનો પુત્ર) પણ નસીબ ન હતો, તો નિઃસંતાનને તો અન્ય સંતાનોને જ સંતાન ગણવાં ઉચિત હતાં. તેથી તે કોમલહૃદયા કેસરબહેને પોતાના શ્વસુરજીનાં સ્મારકરૂપે રૂા. ૧૧,૦૦૦નું દાન દઈ મંગળજી વમળશી હોસ્પિટલનું નિર્માણ કર્યું, તેમજ દીક્ષા લેતી વખતે પોતાની પાસે બચેલી તમામ મૂડી હોસ્પિટલને દાન કરી દીધી.
આ તે સમયની વાત છે જ્યારે પાલનપુર તરફ સંતો-સતીજીઓનો વિહાર ઓછો થતો. ત્યારે તે દિશામાં પૂ. શ્રી પરમ પ્રભાવક લક્ષ્મીચંદજી