________________
અણગારનાં અજવાળા ]
[ ૧૫૯ વિહારક્ષેત્રો : સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર-મુંબઈ. કાળધર્મ : સં. ૨૦૩૩, જેઠ સુદ ૧૩, બાર વાગે. જ્યારે દીક્ષાનો સમય હતો. સંયમપર્યાયનાં ૫૧ વર્ષ, તા. ૩૦ મે-૧૯૭૭માં.
દેવ, ગુરુ તથા ધર્મ, આરાધીને સુભાવથી,
કલ્યાણ ધ્યેયને સાધું, બીજું આશા કાંઈ નથી. છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહો, આ સંયમની ભાવના, અધ્યાત્મ સ્થિતિમાં વહો મુજ ઉરે, કલ્યાણની સાધના. આવે કાળ ભલે વિપદ્ શિર પડે, ના દુઃખ કે વાસના; થાજો પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના...
અનાદિકાળથી વિશ્વમાં સંસારી જીવો માટે જન્મ-જરા-મરણનો અનંત પ્રવાહ ચાલું છે. તેમજ આત્મા અને કર્મનો બંધ-અનુબંધ પણ અનાદિથી છે. અનાદિથી ભાન ભૂલેલો આત્મા જ્યારે મનુષ્યભવની પ્રાપ્તિ સાથે કોઈ સાચા સંતનો સત્સંગ કરવા ભાગ્યશાળી બને છે ત્યારે તે ભાગ્યનું ચક્ર પલટાઈ જાય છે અને તે આત્મા સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રનો આરાધક બની ઉર્ધ્વગતિએ જાય છે. એવા જ એક મહાન આત્મા પૂ. શ્રી કેસરબાઈની આ વાત છે.
જેમનો આત્મા સદાય સમતાના રસમાં ઝબોળાઈને પવિત્ર અને શુદ્ધ થયેલો છે તેવા સમરતબહેન તેમના પતિ ફોજાલાલને તેમના આવેલ સપનાની વાત કહી રહ્યાં હતાં કે કુદરતે જ્યાં ખોબેખોબે સૌંદર્ય વેર્યું છે એવાં બરફથી આચ્છાદિત એવી ગિરિમાળાઓની કંદરાથી શોભી રહેલ કાશ્મીરના કોઈ પર્વતના એક ઢોળાવ ઉપર એક કેસરક્યારીમાંથી ફૂલો વિણી પોતાની ઓઢણીના પાલવમાં ભરી દોડી આવી એક બાલિકા જાણે મારામાં સમાઈ ગઈ. ત્યારે પોતાને પણ જાણે કાશ્મીરની ઠંડીનું લખલખું આવ્યું હોય તેમ સમરતબહેન તેમના પતિને પૂછી રહ્યાં હતાં કે કે “બોલો એ ફૂલો શાના હશે?” ત્યારે પતિએ કહ્યું કે “આપણે કાશ્મીર જ ક્યાં ગયા છીએ કે મને ખબર પડે!”
હા! તે ફૂલો હતાં કેસરતંતુવાળાં, તે ક્યારી હતી. તે બાલા પણ