________________
૧૫૮ ].
[ અણગારનાં અજવાળા દેહનો મોક્ષના સાધનારૂપ માની નિર્વાહ કરે આપને અમારાં અગણિત વંદન હો!
जावजीवं परीस्सहा उवसग्गा य संखाय । संबुडे देहमेयाए इति पत्नं हियासए ।। सवठ्ठहिं अमुच्छिए आउ कालस्स पारए । तिइकखं परमंनचा विमोहन्नयरं हियं ।।
આચારાંગ. આત્મસંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે.
શ્રદ્ધા હોય ત્યાં ધર્મ અને ધર્મ હોય ત્યાં સમતા, આમ શ્રદ્ધાનાં બે અંગ : વીરતા અને સમર્પણતા. નિર્બળ, સ્વાર્થી, અવિવેકી, અભિમાની, દંભી, આત્મા શ્રદ્ધા કરી શકે નહીં અને આટલા દીર્ધ સંયમપર્યાયમાં ટકી શકે નહીં. સમ્યજ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે.
આપને અમારાં અગણિત વંદન હો!
સપનાની કેસર પૂ. શ્રી કેસરબાઈ મહાસતીજી
[દરિયાપુરી સંપ્રદાય નામ : કેસરબહેન. માતા-પિતા : માતા શ્રી સમરતબહેન, પિતાશ્રી ફોજલાલ. પતિ : શ્રી બાલચંદ્ર ચૂનીલાલ મંગળજી. જન્મ : વિ.સં. ૧૯૫૮ પોષ માસ, ઈ.સ. ૧૯૦૨, ફેબ્રુઆરી મહિનો. દીક્ષા : ૨૪ વર્ષની ઉંમર, સં. ૧૯૮૨, જેઠ સુદ ૧૩. બુધવાર. દીક્ષાસ્થળ
| પાલનપુર (બનાસકાંઠા).