________________
અણગારનાં અજવાળા ]
[ ૧૫૭
શાસ્ત્રીય જ્ઞાન : દીક્ષા બાદ ‘ઉ.સૂત્ર’, ‘દશ વૈકાલિક’, ‘નંદી સૂત્ર', ‘દશાશ્રુત સ્કંધ', ‘અનુત્તરોવવાઈ’, અને ‘સુખવિપાક સૂત્ર' કંઠસ્થ કર્યાં. અમદાવાદમાં તેઓ શ્રીમદ્ રાજચંદ્રને મળ્યાં, રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીને અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મળ્યાં. તેઓની સાથે શાસ્ત્રીયજ્ઞાનની ચર્ચા કરી. પૂ. ગાંધીજીના હાથે બાવટાનો રોટલો અને તાંદલજાની ભાજી વહોરી હતી.
“સુત્તા અમુળી સયા, મુળિને સવા બારન્તિ’
જ્યાં અજ્ઞાની જનો સૂતા છે ત્યાં જ્ઞાની જનો સદા જાગૃત છે.” –શ્રી આચારાંગ.
એક નવું દર્શન ઃ સં. ૨૦૧૮માં તેમના ચાતુર્માસ દરમિયાન તેમ જ શાહપુર ઉપાશ્રયમાં તેમણે સ્થિરવાસમાં રહીને યુવાનોને આગળ વધારવા તેમ જ સંઘનું ગૌરવ વધે, સંઘમાં પ્રેમ, પ્રગતિ અને પ્રોત્સાહન વધે તેવું માર્ગદર્શન આપતાં રહ્યાં. પોતાના સ્થિરવાસ માટે સંઘે પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ.સ.ની સંમતિ મેળવ્યા પછી જ તેમણે સ્થિરવાસ સ્વીકાર્યો. તેમનો સંયમપર્યાય ૭૪ વર્ષનો હતો. તેમણે જૈન સિદ્ધાંતના સનાતન જ્ઞાનરૂપી ગંગાના પવિત્ર જળવડે અનેક આત્માઓને સંતૃપ્ત કર્યા. જૈન શાસનની શાન અને ગૌરવ વધારવામાં તેઓ સતત ઉદ્યમશીલ રહ્યાં. જૈન શાસનની જ્યોતને જલતી રાખનાર જૈન સમાજના તેઓ એક વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીક્ષાવૃદ્ધ તીર્થ સમાન શોભતાં હતાં.
આપને અમારાં અગણિત વંદન હો!
[ચાતુર્માસ–વિહાર યાદી. અમદાવાદ, પ્રાંતિજ, અમદાવાદ, લખતર, અમદાવાદ, કલોલ, વીરમગામ, સારંગપુર, પ્રાંતીજ, સારંગપુર, પ્રાંતિજ, સારંગપુર, કડી, પ્રાંતિજ, પીજ, કલોલ, ધ્રાંગધ્રા, સારંગપુર, પ્રાંતીજ, ભાદરણ, કલોલ, અમદાવાદ, વીરમગામ, લખતર, અમદાવાદ, પ્રાંતીજ, અમદાવાદ પછી સ્થિરવાસ.]
अणन्न - परम - णाणी नो पमाए कयाइ वि ।
आयगुप्ते धीरे आया - मायाए जावए । ।
મોક્ષધ્યેયી જ્ઞાનીપુરુષ કદી પણ પ્રમાદ ન કરે. આત્મ ગુપ્ત ધીર બની