________________
અણગારનાં અજવાળા |
[ ૧૧૭ આદરણીય સ્થાન આપ્યું, માર્ગદર્શન માટે ડૉ. પદ્મશ્રી જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈની લીધેલી મુલાકાત અને પ્રથમ મારું પુસ્તક “ગુરુસમીપે” અને અમારું આ પુસ્તક “અણગારના અજવાળા'ના વિમોચનને માટે મારી વિનંતીને ડૉ. પાશ્રી કુમારપાળ દેસાઈએ સ્વીકારીને મુંબઈ આવવાની તૈયારી બતાવી, આ પુસ્તકના પ્રતિભાવ માટે તેમનો તથા શ્રી અરવિંદભાઈ સંઘવી (પૂર્વીય નાણાંપ્રધાન)ની હું અત્યંત આભારી છું. વળી પશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ વગેરે તેમના પાસાઓને આલેખતા સંપાદકીય શબ્દ અને શ્રતમાં ગ્રંથમાં મને લખવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું તે મારા માટે ગૌરવની વાત છે. મારા પુત્ર ડૉ. સંજય ગાંધીની પ્રેરણા-પુત્રવધુ કલ્પનાની મને બધી અનુકૂળતા કરી આપવાના સહકારની સાથે તેમજ પુત્રી શ્વેતા કામેશભાઈ શાહે હંમેશ પ્રત્યેક પળે મારી સફળતાની ચિંતવણા કરવા માટે............તેમને કોઈને પણ હું ભૂલી શકું તેમ નથી.
આ ગ્રંથના મારા સાથી લેખક શ્રી ગુણવંતભાઈ બરવાળિયાનો મને સતત સહયોગ મળ્યો છે તેની અનુમોદના કરું છું.
સૂરજ આગળ આમતેમ ફંગોળાતા નાનાશા રજકણ જેવી હું મારાથી જે કાંઈ ક્ષતિઓ, અવિનય, અભક્તિ, આશાતના થઈ હોય તો આપ સર્વે મને ઉદાર દિલે ક્ષમ્ય કરશો તેવી હું આપને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું.
આભાર સહ. પ્રવિણા આર. ગાંધી (M.A, B.Ed.) (પૂર્વીય પ્રાધ્યાપક)