________________
૧૧૬ ]
[ અણગારનાં અજવાળા આપી ત્યારે મારા આત્માના ઊંડાણમાંથી વેદના-સંવેદના ભરી મનોવૃષ્ટિમાંથી એક પ્રબળ ધ્વનિ ઉક્યો. ઘણા મનોમંથન બાદ નવનીત લાવ્યું. તીર્થકરોના સ્વરૂપ અને સાનિધ્યને નહીં માણી શકનાર આપણે તેમની પ્રતીતિ કરાવી તે માર્ગે દોરનાર એવા અંતર્યામીના આરોધકોના જીવનમાં ડોકિયું કેમ ન કરવું? અને ચારિત્ર્યમાં ચુસ્ત એવા પૂ. શ્રી ગુરૂદેવોને કરેલા પ્રશ્નોના પ્રત્યુત્તરના નિચોડરૂપે પૂર્વીય અને વિચરતા પૂ.શ્રી ગુરુદેવોના જીવન ઉપર પ્રકાશ પાથરતાં “ગુરુ-સમીપે' પુસ્તકનું સર્જન થયું અને તેનો પ્રકાશ ઘરે ઘરે પહોંચતો થાય એવી મારા જેવી અલ્પજ્ઞાનીની ભાવના પૂર્ણ થઈ.
ઘેરા શ્યામલ પટ અજ્ઞાનનો, તે પ્રેમે રે વીંધ્યો; વળી ઉજ્જવલ, ધવલ, નવલ રાહ તેં મને ચીંધ્યો.”
ડૉ. શ્રી રસિકભાઈ કે. ગાંધી મારા પતિ મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી M.A. અને L.C.B. રાજકોટ–અમદાવાદની કોલેજોમાં આચાર્યપદે વર્ષો સુધી રહ્યા અને જીવનની પાછલી ઉંમરે Ph.D. થયા અને પછી આધ્યાત્મિક પંથે વળ્યા એવા એમની પ્રેરણાથી, ઘૂંઘટ કાઢવાની પ્રથાવાળા એ સમયમાં મારા પૂ. શ્વસુરજી શ્રી કસ્તુરભાઈ યુ. ગાંધી (વઢવાણ શહેર) અને પૂ. સાસુજી ચંપાબાએ આગળ અભ્યાસની રજા આપ અને મેં મારા શ્વસુરગૃહેથી મારા ગૃહિણીધર્મની સંપૂર્ણ ફરજ બજાવતા બી.એ., એમ.એ., લેક્ટરશીપ અને બી.એ.નો અભ્યાસ કર્યો. મારા જીવનનું ઘડતર કરનાર અભુત પ્રતિભાસંપન એવા મારા પૂ. પિતાશ્રી ભીખાલાલ વ્રજલાલ સંઘવી (ધ્રાંગધ્રા) અને અવર્ણનીય રૂપ, ગુણો અને સમતાભાવથી ઓપતા એવા મારા પરમ ઉપકારી પૂ. સરલાબા (વઢવાણ નાથાભવાન કુટુંબો વ. સર્વેને અંતરથી સ્મરણ–વંદન કરું છું.
આપોઆપ મારા જીવન વિકાસના-કૌટુંબિક, સામાજિક, લેખન, વર્તાલાપો, ચિત્રકામ કે અન્ય સામાજિક કાર્યોના-જે જે તકના દ્વાર ખુલ્યા તેમાં મારી શક્તિ અને સંજોગો પ્રમાણે મેં પ્રવેશ કર્યો. તેમાં સંતો, સાથે રાજકોટ અને અમદાવાદના સમગ્ર સમાજને જેણે મને હેતપ્રિતભર્યું