________________
અણગારનાં અજવાળા ]
| [ ૧૧૫ વંદના પરમ ઉપકારી પ.પૂ. ગુરુભગવંતો તથા પૂ.શ્રી ગુરુણીમૈયાને ચરણવંદન.
અમારી જીંદગીમાં ઘેરા ઘન ગોરંભ ઘેરાયા'તા, અષાઢી રાતના ઘેરો તિમિરે મન મુંઝાયા'તા, તમે ચિનગારી ચેતનની જલાવી દીપ પ્રગટાવ્યા... ઝળહળતી જ્યોતના કિરણે અમારા મન પ્રકાશી ગયા, રોમે રોમે ઋણ તમારું ચુકવ્યું ના ચુકવાય!
હું કેમ ભુલું ઉપકાર!
એ દિવસ કેમ ભૂલી શકાય? જ્યાં વિસ્મરણ નથી ત્યાં સ્મરણની શી વાત કરવી? ૨૪મી ડિસેમ્બર, ૨૦૦૦ની સાલ અને રવિવારનો દિવસ હતો ત્યાં એકાએક ભરી સભામાં મારા પતિ ડૉ. શ્રી રસિકભાઈ ગાંધીએ આ જગત ઉપરથી વિદાય લીધી..ભર મધ્યાહ્ન મારા જીવનમાં મધરાતનો અંધકાર ફેલાયો. પૂ.શ્રી ઇન્દુબાઈ મ.સ.ના સાનિધ્યમાં ઉત્તરાધ્યયન શીખતાં તેના ૧૦માં અધ્યાય દુમ પત્રકની લખેલી પૂર્વભૂમિકાના નોટબુકના પાનાં કોરાં રહી ગયા. જાણે માનવીના જીવનની ક્ષણભંગુરતાની સત્યતાનો સાક્ષાત્કાર કરાવતા–પોતાના જીવનની કિતાબના પાના પણ કોરાં રાખી એકાએક અનેકની વચ્ચેથી ચાલ્યા ગયા.
ત્યારે ત્યારે ઉચ્ચ ચારિત્ર જેમનું છે એવા પ્રકાશથી ઝળાહળા થતાં ભુવન ભાસ્કર પ્રગટીને મારા ગાઢ સમસૂને વિદારી સ્વપ્રકાશથી અજવાળા પાથરે તેમ અંધકારમાં દિશાહીન થતી એવી હું–મારા જેવી સંતપ્ત માનવીની આંગળી પકડી જ્યોતિ-પ્રકાશ તરફ લઈ જવાનું કાર્ય કરી મારા પરમ ઉપકારી એવા–સફળતાપૂર્વક અને સ્નેહપૂર્વક દરિયાપુરી સંપ્રદાયનું સંચાલન કરી રહ્યા છે એવા પૂ.આ.શ્રી વીરેન્દ્રજી સ્વામીને તેમજ તારાગણી સમા શોભતા તેમના શિષ્ય પરિવાર તેમજ તે સમયે દૂરદૂરથી ઉપસ્થિત થયેલા દરેક પૂ. સંતો તેમજ પૂ. મહાસતીજીઓએ દિવસો સુધી ધર્મના અવલંબન દ્વારા મને અદ્ભુત સાંત્વન અને સમજ