________________
૧૧૪ ]
[ અણગારનાં અજવાળા
તપ, ૨ વર્ષ અમને પારણે, અટ્ટમ, ૩ વર્ષ પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ વગેરે તપ.
*
૫૦ વર્ષ સુધી આસન બિછાવીને (સૂઈને) ઊંઘ લીધી નથી.
*
૮ દિવસ સુધી આહાર લીધા વિના, બીકાનેરમાં ૫૦૦ યતિઓને ચર્ચામાં પરાજય આપી, હંમેશને માટે, જૈનસંતો માટે સૌથી પ્રથમ ક્ષેત્ર ખોલ્યું.
* પીપાડ, નાગૌર, જૈલસમેર, બીકાનેર, સાંચૌર, ફલૌદી, સિરોહી, જાલોર વગેરે અનેક ક્ષેત્રોમાં, યતિઓને ચર્ચામાં પરાજય આપી, ક્ષેત્રો ખોલ્યાં.
* જોધપુર, બીકાનેર, જયપુર, નાગૌર, જૈસલમેર વગેરેના રાજા મહારાજાઓ તથા દિલ્હીના બાદશાહ મોહમ્મદશાહ તેમજ એના શાહજાદાને બોધ પમાડી સુમાર્ગે લાવ્યા.
* ૭૦૦ ભવ્ય આત્માઓને દીક્ષા આપી-૫૧ શિષ્ય, ૨૦૦ પ્રશિષ્ય ૪૪૯ સાધ્વી સમૂહ.
* વિ.સં. ૧૮૦૭માં મોટી સાધુવંદણા રચી એ ઉપરાંત, ૨૫૦ થી વધારે કાવ્યકૃતિઓનું સર્જન કર્યું.
* પોતાનાં જીવનકાળ દરમિયાન-૨ વર્ષ પૂર્વ (વિ.સં. ૧૮૫૧-૧૮૫૩) આચાર્યપદ ઉત્તરાધિકારીને આપીને આત્મસમાધિમાં લીન થયા.
* સંથારાના સોળમા દિવસે-મધ્યરાત્રિએ ઉદયમુનિ તથા કેશવમુનિએ દેવલોકથી આવીને વંદન કર્યાં, પૂર્ણ પ્રકાશને જોઈને આચાર્ય શ્રી રાયચન્દ્રજી મ.સા. વગેરે સંતોએ પૂછ્યું અને સીમંધર સ્વામી પાસેથી સમાધાન મળ્યું કે પૂજ્ય શ્રી એકભવાવતારી છે. પ્રથમ કલ્પ દેવલોકથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જઈને મોક્ષ પ્રાપ્ત કરશે.
*