________________
અણગારનાં અજવાળા ]
[ ૭૫
તેઓએ તાર–ટપાલ દ્વારા પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. ઘાટકોપર મુકામે હજારો ભક્તોની હાજરીમાં તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા.
જીવંત સ્મારકો ઃ મહારાજશ્રીની બહુમુખી પ્રતિભાની પ્રેરણાથી થયેલા સર્વોપયોગી સ્મારકોની સંક્ષિપ્ત યાદી નીચે પ્રમાણે છે :
(૧) પં. શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળા-ઘાટકોપર.
(૨) શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય (શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ સાથે સંલગ્ન)
(૩) શ્રી રત્નચંદ્રજી સ્થાનકવાસી જૈન પુસ્તકાલય–કઠોર (૪) શતાવધાની પં. રત્નચંદ્રજી જૈન જ્ઞાનમંદિર-સુરેન્દ્રનગર (૫) શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ-બ્યાવર
*
સમર્થ શિષ્ય પૂ. ચંપાલાલજી મ.સા.
(જ્ઞાનગચ્છ)
રાજ્ગ્યાન અજમેરના મસુદા ગામે કિશનલાલજી છાજેડના ધર્મપત્ની પાનીબાઈની કૂખે સં. ૧૯૭૦ના ફાગણ સુદ ૧ના ચંપાલાલનો જન્મ થયો.
પૂર્વ સંસ્કારો જાગ્રત થતા વૈરાગ્યના ભાવો તીવ્ર બન્યા. સં. ૧૯૯૧માં ફાગણ વદ બીજના જોધપુર જિલ્લાના ખીચન ગામે જ્ઞાનગચ્છમાં દીક્ષા થઈ.
બહુશ્રુત ગીતાર્થ ગુરુ સમર્થમલજી મહારાજ પાસે આગમોનું ગહન અધ્યયન કર્યું. પૂ. ચંપાલાલજી મહારાજનું હિન્દી ગુજરાતી, રાજસ્થાની સંસ્કૃત, પ્રાકૃત વિ. ભાષા પર સુંદર પ્રભુત્વ હતું.
પૂજ્યશ્રીએ એકાંતર વર્ષીતપ, છઠ્ઠ અને અઠ્ઠમ તપની આરાધના અસંખ્યવાર કરી છે.
જીવનમાં તપસ્યાની શૃંખલા રચતા જૈન સમાજમાં તપસ્વીરાજરૂપે જાણીતા થયા.