________________
૭૬ ]
[ અણગારનાં અજવાળા શ્રાવક અને શ્રાવિકા સમુદાયમાં એટલાં પ્રિય હતા કે માંગલિક સાંભળવા અને દર્શન કરવા લોકોની સતત ભીડ રહેતી.
સન્માન પદ અને પ્રતિષ્ઠાથી સદા દૂર રહી આત્મમસ્તીમાં લીન રહેતા. યુવાનોને ધર્મ પ્રતિ આકર્ષણ જગાવવા પરમ પુરુષાર્થ કર્યો.
કઠોર સંયમ પાલન કરતાં કરતાં ૯૧ વર્ષની વયે સં. ૨૦૬૧ તા. ૨૦૧-૨૦૦પના પોષ સુદિ ૧૧ના રાજસ્થાનમાં જોદપુર મુકામે મહાપ્રયાણ કર્યું.
પૂજ્યશ્રીના અનુગામી શ્રતધર ૫. પ્રકાશચંદ્રજી મ.સા.ની આજ્ઞામાં પૂ. નવરતન મુનિજી, પૂ. ઉત્તમમુનિજી, પૂ. મથુરામુનિજી, પૂ. રોશનમુનિજી, પૂ. જુગરાજમુનિજી, પૂ. સુંદરકુંવરજી મહાસતી પૂ. ભંવરકુંવરજી મ., પૂ. મનોહરકુંવરજી મહાસતી આદિ અનેક સંત સતીઓ ધર્મ પ્રભાવના કરી રહેલ
તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.
(ગોંડલ સંપ્રદાય) સૌરાષ્ટ્રનું પરબ' ગામ એટલે સંત દેવીદાસની અને અમરબાઈની સેવા સાધનાની પાવન ભૂમિ તે પરમ સમીપનું વાવડી ગામ. વાવડી ગામનું ઝળહળતું રત્ન એટલે તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મહારાજ.
સં. ૧૯૬૯ના દીવાળીના શુભ દિવસે શ્રેષ્ઠિવર્ય માધવજીભાઈ રૈયાણીના સહધર્મચારિણી માતા જમકુબાની કૂખે જન્મ ધારણ કર્યો.
સાત ભાઈ બહેનોના પરિવારમાં બાળક રતિલાલનો ઉછેર થવા લાગ્યો. ભેંસાણની શાળામાં ભણવા જતાં ભણીને સાંજે પાછા ફરતાં ત્યાંથી ચીજવસ્તુઓ લાવી વાવડીમાં વેચતા આમ અભ્યાસ કરતાં કરતાં પણ નાનકડા વેપાર દ્વારા કમાણી કરી લેતાં.
૧૭ વર્ષની ઉંમરે પૂ. જયચંદ્રજી મ.સા., પૂ. પ્રાણલાલજી મ.સા. સાથે ભેંસાણ ઉપાશ્રયમાં સંપર્કમાં આવ્યા. પૂ. પ્રાણગુરુજી દેવની પ્રવચન ધારાએ