________________
અણગારનાં અજવાળા ]
[ ૧૦૧ પડતી. વિરોધીઓ તરફથી ઉપદ્રવ થતા, પરંતુ તેઓ હંમેશાં સમતાભાવ રાખતા. પાંચ વર્ષ પંજાબમાં લુધિયાણા, ઝંડિયાલગુરુ, ગુજરાનવાલા, હોશિયારપુર અને અંબાલામાં ચાતુર્માસ કરી એમણે સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડ્યો.
- એક વખત એક ભાઈએ આવીને મહારાજશ્રીને જિનમંદિર વિશે પ્રશ્ન કરતાં કહ્યું, “મહારાજજી! આપ કહો છો કે જિનેશ્વર ભગવાનનું મંદિર બંધાવનાર સમ્યગુષ્ટિ જીવ સ્વર્ગમાં જાય છે, તો શું એ સાચું છે?”
મહારાજશ્રીએ કહ્યું, “હા ભાઈ! શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ એ પ્રમાણે કહ્યું છે.”
“તો પછી મંદિર માટે ઈટપથ્થર લાવનાર ગધેડો પણ સ્વર્ગમાં જવો જોઈએ ને?”
ભાઈ, તમે જિનમંદિરમાં નથી માનતા એટલે એ વાત બાજુ પર રાખીએ, પરંતુ સાધુ-સાધ્વીઓને દાન દેવાના પુણ્યથી જીવ સ્વર્ગમાં જાય છે એ તો માનો છો ને?”
“જરૂર, બેશક.”
“કોઈ તપસ્વી સાધુને પારણા માટે કોઈ માણસ ભાવથી દૂધ વહોરાવે તો તેને સ્વર્ગ મળે કે નહીં?”
“જરૂર.”
“તો પછી એ દૂધ આપનાર ભેંસને પણ સ્વર્ગ મળે કે નહીં? જો ભેંસને સ્વર્ગ મળે તો ગધેડાને પણ મળે. જો ભેંસને ન મળે તો ગધેડાને પણ ન મળે.”
મહારાજશ્રીની તર્કયુક્ત દલીલ સાંભળી એ ભાઈ ચૂપ થઈ ગયા અને શરમાઈને ચાલ્યા ગયા.
પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા પછી આત્મારામજી મહારાજ વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા અને ત્યાં તેમણે અમદાવાદ, સુરત, પાલિતાણા, રાધનપુર અને મહેસાણામાં ચાતુર્માસ કર્યા. તેઓને હવે વિજયાનંદસૂરિ તરીકે