________________
૨૭૦ ]
[ અણગારનાં અજવાળા જેવા ગુજરાતના કવિતાના પ્રતિષ્ઠિત સામયિકમાં એમનાં થોડાં કાવ્યો પણ પ્રકાશિત થયાં હતાં.
રાજકોટ રેડીયો પરથી તેમના અનેક વાયુવાર્તાલાપ રજૂ થયા. ખાસ કરીને તેમનો વિષય સ્ત્રીઓ, બજેટ અને ઈકોનોમિક્સ રહેતો. રેડિયો પરથી તેમનાં નાટકો પ્રસારિત થતાં. રાજકોટની માલવિયા અને કુંડલિયા કોલેજમાં વ્યાખ્યાનો આપ્યાં. માલવિયા કોલેજમાં તો સારો એવો સમય પ્રાધ્યાપક રહ્યાં. રાજકોટ લાયન્સ ક્લબમાં વાર્તાલાપો આપતાં. રાજકોટથી અમદાવાદ આવતાં જૈન જાગૃતિ સેન્ટરમાં જોડાયાં. બંને સાથે જાય. શ્રી રસિકભાઈની મદદમાં રહે. શ્રી રસિકભાઈની ચિર વિદાય પછી પ્રવીણાબહેને મેરેજ બ્યુરો સંભાળ્યું. લોક-અદાલતમાં બેઠાં અને અનેકનાં ઘર ભાંગતાં બચાવ્યાં. સોયનું કામ કર્યું. કેન્સર હોસ્પિટલ (સિવિલ)એ એમનું બીજું કાર્યક્ષેત્ર. ત્યાં દર્દીઓની ખબર અંતર પૂછે ને જરૂરી મદદ કરે. તેમની મદદમાં પણ મહાનુભાવો હતા, જે હાક મારતાં હાજર થાય. તેમણે સહેજે ૨૦૦ ચક્ષુદાન કરાવ્યાં. પ.પૂ. વિરેન્દ્રમુનિથી તેઓ પ્રભાવિત હતાં. ધર્મબોધ પામ્યાં. તે બોધના પ્રતિઘોષ રૂપે આ પુસ્તક લખાયું. આ જ્ઞાનની સરવરણી ગુરુના આશીર્વાદથી વહેતી જ રહેશે.
નંદલાલ દેવલુક સંપાદિત પથપ્રદર્શક પ્રતિભાઓમાંથી સાભાર