________________
અણગારનાં અજવાળા ]
[ ૨૬૯
જાગૃતિ કાયમી મેરેજ બ્યુરોમાં માનદ્ સેવા આપી છે. પુત્ર ડૉ. સંજય ગાંધી આંખના નિષ્ણાંત સર્જન છે.
આ આત્મજ્ઞાનીની ઓળખ આપતાં જાણીતા વિદ્વાન કુમારપાળ દેસાઈ લખે છે કે—“જીવન એટલે જ પ્રતિકૂળતાને અનુકૂળતામાં પલટાવવાનો અવિરત પુરુષાર્થ. જીવનમાં આવતી ઉપાધિઓને સમાધિમાં ફેરવી નાખનારી કેટલીક વ્યક્તિઓ હોય છે, જેઓની વેદનામાંથી પણ સંવેદનાનું સુવિકસિત કમળપુષ્પ ખીલી ઊઠે છે. સમ્માનનીય પ્રવીણાબહેન ગાંધીના વ્યક્તિત્વમાં સૌજન્ય, ઉદારતા, સમાજસેવા અને જિનશાસન પ્રત્યેની અગાધ પ્રીતિ સતત જોતો આવ્યો છું. અભ્યાસમાં તેજસ્વી કારકિર્દી ધરાવનાર પ્રવીણાબહેને લગ્ન બાદ એમ.એ. અને બી.એડ.ની પદવી મેળવી અને રાજકોટ તથા અમદાવાદની કોલેજોમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે સફળ કામગીરી બજાવી. અર્થશાસ્ત્ર અને સમાજજીવન વિશે વાર્તાલાપો આપ્યા. વળી ચિત્રકાર તરીકે ઓઇલ પેઇન્ટિંગમાં એમણે દક્ષતા બતાવી. આ બધાની સાથેસાથ મારા સ્નેહાળ અને કર્તવ્યનિષ્ઠ સ્વજન શ્રી રસિકભાઈ ગાંધીના સહધર્મચારિણી તરીકે સદૈવ એમને સાથ આપીને શિક્ષણ, સમાજ અને ધર્મ એ ત્રણે ક્ષેત્રોમાં
આ દંપતીએ આગવું યોગદાન આપ્યું. આવાં પ્રીણાબહેનના જીવનમાં ઈ.સ. ૨૦૦૦ની ૨૪મી ડિસેમ્બરે રસિકભાઈના મૃત્યુનો અણધાર્યો આઘાત સહેવાનું આવ્યું. એ આઘાત સામાન્ય વ્યક્તિને શોકમાં ડુબાડી દે અને એ વ્યક્તિ એમાં જ સ્વજીવનનું પૂર્ણવિરામ મૂકે, પરંતુ સાચી જીવનદૃષ્ટિ ધરાવનારી વ્યક્તિ તો જીવનના આવા પ્રસંગો વિશે ઊંડી મથામણ કરતી હોય છે.
રસિકભાઈના અવસાન પછી પ્રવીણાબહેને કશુંક લખવાનો વિચાર કર્યો. જૈન જાગૃતિ સેન્ટરની મહિલા વીંગમાં સ્થાપક હતાં. સીનિયર સિટીઝનની સમિતિમાં કે મેરેજ બ્યુરોમાં કામ કરી રહ્યાં છે. તેથી વિપુલ સામાજિક અનુભવો એમની પાસે હતા. કેન્સર હોસ્પિટલમાં પોતાની રીતે મૂક સેવા આપી રહ્યા છે, તેથી દર્દીઓની વેદના જાણે છે. “કવિલોક’