________________
અણગારનાં અજવાળા ]
[ ૨૬૭ પર સંશોધનનું કાર્ય ઉપરાંત ઈન્ટરનેટ પર જૈન દર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્ર'નું આયોજન અને પ્રાચીન ગ્રંથોની સી.ડી.નું કાર્ય થાય છે. સંતબાલ વિશ્વ વાત્સલ્ય એવોર્ડ ફાઉન્ડેશનઅમદાવાદ. તથા અહમ્ સ્પીરીચ્યલ સેન્ટર મુંબઈના ટ્રસ્ટી છે.
શ્રી ઘાટકોપર જૈન મોટા સંઘમાં મંત્રી તરીકે, સેવા આપેલ છે. શ્રી સોરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph.D. પ્રાપ્ત કરેલ છે.
ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પરનાં લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈન સૌરભ, વિનયધર્મ વગેરેમાં પ્રગટ થાય છે. - મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને સને ૧૯૯૭ નાં મુંબઈ જેને પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ' નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશન, ચેરીટેબલ ટ્રસ્ટ, (હોલીસ્ટીક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે) તેના ટ્રસ્ટી છે.
નંદલાલ દેવલુક સંપાદિત પથપ્રદર્શક પ્રતિભાઓમાંથી સાભાર