________________
૨૬૬ ]
[ અણગારનાં અજવાળા
ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય
સંવત ૯૮૦ પછી લગભગ પંદરમી શતાબ્દી સુધી ઘણા સંતો મુનિવર્યો થયા. વિક્રમની પંદરમી શતાબ્દીનો સમય ધર્મ, સમાજ અને ભાષા એ ત્રણેય દૃષ્ટિથી ક્રાંતિકારી સમય જરૂર હતો પણ સાથે સંક્રમણતાનો સમય પણ ઊભો થયો હતો. રાજનીતિની અનૈતિકતાને કારણે સામાજિક જીવન અસ્તવ્યસ્ત હતું. રાજ્યો વચ્ચે સંઘર્ષ હતો. ચારે તરફ અપ્રમાણિકતાનો પ્રભાવ સ્થપાઈ ગયો હતો, સાધ્વાચાર લુપ્ત થઈ રહ્યો હતો. આવા અંધકાર અને અજ્ઞાનને તોડવા કોઈ પ્રકાશની આવશ્યકતા હતી. એમ કહેવાય છે કે તેથી કરીને એ શતાબ્દીમાં નવાં પરિબળો ઊભાં થતાં તેમાં સ્થાનકવાસી સંપ્રદાય પણ વિશિષ્ટ પરિબળ બની રહ્યું. આ સંપ્રદાય વિષેની લેખમાળા રજૂ કરે છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટીસ કર્યા પછી હાલ ટેક્ષટાઈલ પ્રોસેસ ઈન્ડ.માં પ્રવૃત્ત છે.
ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૩૫ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર “કાઠિયાવાડી જૈન અને મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈ-અમદાવાદના મુખપત્ર “વિશ્વ વાત્સલ્યમાં માનદ્ મંત્રી છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે તથા જૈન પ્રકાશ” ના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. જૈન જાગૃતિ સેંટર બોર્ડ મુંબઈના મુખપત્ર, જાગૃતિ સંદેશ', ફોરમ ઓફ જૈન ઈન્ટેલેકચ્યલ મુંબઈના મુખપત્ર “એનલાઈટમેન્ટ', ભારત જૈન મહામંડળના મુખપત્ર “જૈન જગત’ (ગુજરાતી વિભાગ)માં તંત્રી તરીકે સેવા આપેલ છે.
સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેંટરના ગુણવંતભાઈ ઓનરરી કો. ઓર્ડીનેટર છે, જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો