________________
[ ૨૩
અણગારનાં અજવાળા | સંથારાના ભાવ જાગે છે. મને સંથારો આદરાવો.” સુંદરમુનિએ વિનયસહ કહ્યું.
પૂ. ધર્મસિંહજીએ ગુરુશિષ્યના સંબંધનો વિચ્છેદકાળ જાણી સંથારો કરાવ્યો. સં. ૧૭૨૩ મહાસુદ બીજના સંથારો સીઝયો. સં. ૧૭૨૮ ના શિયાળો પૂર્ણ થતા સૂરત માટે વિહાર આદર્યો. સૂરતમાં ધર્મપ્રભાવનાની પ્રવૃત્તિ સોળે કળાએ ખીલી. વિક્રમ સં. ૧૭૨૮ના આસો માસની સુદ ચોથ ઓક્ટોબર ૧૯૭૨નો દિવસ હતો. અંતેવાસી મુનિને પૂ.શ્રીએ ગોચરીથી પરવારી પાસે આવવા સૂચન કર્યું. આ સંકેતથી સૂરત સંગ્રામપુર ઉપાશ્રય આબાલવૃદ્ધોથી ઊભરાવા લાગ્યો પૂજ્યશ્રીએ સર્વ જીવોને ખમાવ્યા. સર્વને ધીમા અવાજે અંતિમ પદો સંભળાવ્યા. પવિત્ર વાયુમંડળમાં ગુંજારવ થયો.
કેવલી પત્નત્તો ધમ્મ શરણં પવન્જામિ......!
જિનશાસનને મોટી ખોટ પડી. ચારિત્રથી ચમકતો ચાંદ અસ્ત થયો, ધર્મપ્રભાવક પૂ. ધર્મસિંહજી સ્વામીને ભાવાંજલિ....!
નિદ્રા વિજેતા આચાર્ય પૂ. શ્રી ડુંગરસિંહજી મહારાજસાહેબ સૌરાષ્ટ્રની સુરમ્ય ભૂમિમાં થોડા થોડા અંતરે મહાપુરૂષો જન્મતા રહ્યા છે. આવું એક નરરત્ન અઢારમા સૈકામાં સદ્ભાગ્ય સાંપડ્યું છે.
સપુરૂષનું નામ સાંભળતાંની સાથે જ તેમના માતાપિતા અને જન્મભૂમિનું સહજભાવે સ્મરણ થઈ આવે. જુનાગઢ પાસે મેંદરડા મહેન્દ્રપુર નામે ગામમાં જૈનોનાં ઘરો સારી સંખ્યામાં હતાં. બદાણીની અટકથી ઓળખાતા કમળસિંહ નામના જૈન ગૃહસ્થ સાધારણ વ્યાપાર વાણિજ્યથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. નીતિ સત્ય પ્રામાણિકતા આદિ કેટલાક નૈસર્ગિક ગુણો તેમના જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયા હતા. તેમનાં ધર્મપત્ની હીરબાઈ સાદા, સગુણી અને સુશીલ હતાં. કમળસિંહભાઈ ભાગ્યના વિકાસ માટે મેંદરડાથી માંગરોળ ગયા.