SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] [ અણગારનાં અજવાળા અહીં ઉપાશ્રયમાં, શિવજીગુરુ ચિંતાતુર હતા. કર્મઠ મુનિને પીરના યક્ષાયતમાં રાતવાસાની આકરી કસોટી કરવા મોકલ્યા બદલ પોતાની મતિને અવિચારી ગણી અરિહંત પ્રભુને પ્રાર્થના કરતા હતા. જનસમૂહને ખબર પડતાં માનવમેદની યક્ષાતનમાં એકઠી થઈ. મુનિ ધર્મસિંહે રાત્રિની ઘટનાનું વૃત્તાંત કહી આ સ્થળ વસાહત માટે સુરક્ષિત અને યોગ્ય બનેલ છે તેની વાત કહી. લોકો ધર્મસિંહજીના જયકાર, પૂ. શિવગુરુના જયકારના નાદ સાથે મુનિ સાથે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુજીએ સફળતા બદલ આશીર્વાદ આપ્યા. મુનિ સુંદરજી, મોહનજી, ભીખાજી વગેરે સોળ સાધુએ ધર્મસિંહજી સાથે જવાની આજ્ઞા માગી. દરિયાપુરના તોતિંગ દરવાજાની કેટલીક ઓરડીઓમાં મુનિઓએ વાસ કર્યો, અહીંથી જ જનસમૂહને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. સુલતાનના કારભારી દલપતરાય શાહે મુનિ ધર્મસિંહજીને રહેવા માટે અનુજ્ઞા આપી. ચોકીદારે તેનું ડહેલું આપ્યું. આ જોડિયા મકાનોમાં છીપાપોળનો ઉપાશ્રય બન્યો. આ ગચ્છ દરિયાપુર આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય તરીકે લોકજીભે પ્રસિદ્ધિ પામ્યો. દરિયાપુર શબ્દ દરિયાપુર દરવાજાના ધર્મપ્રચારનો આરંભ સૂચવે છે. તે બે પદોનો બનેલો છે, દરિયા અને પુરી. દિરયા શબ્દથી દરિયાખાન પીરની ઘુમ્મટવાળી ઇમારતમાં બનેલ પ્રસંગની સ્મૃતિ અભિપ્રેત છે. ક્રાંતિવીર લોંકાશાહની ધર્મજ્યોતને પૂ. ધર્મસિંહજી સ્વામીએ વધુ પ્રજ્વલિત બનાવી. અમદાવાદની પશ્ચિમે સરખેજમાં ધર્મસિંહજીના ઉપદેશથી ત્યાંના શ્રાવક ધર્મદાસજી સ્વયં દીક્ષિત બન્યા અને તેની પરંપરા ધર્મદાસજી સંપ્રદાયથી પ્રસિદ્ધ થઈ. ધર્મસિંહજી મુનિની ધર્મપ્રભાવના સમગ્ર વિસ્તારમાં ખૂબ જ પ્રસરી. સં. ૧૭૨૩માં પૂ. શ્રી ભરૂચ પધાર્યા. શ્રી સુંદરમુનિ નર્મદા નદીના પટમાં યોગ્ય સ્થંડીલભૂમિનો ઉપયોગ કરી ઉપાશ્રયમાં ઇરિયાવહીના કાઉસ્સગમાં બેસી ગયા. ધ્યાનમાં ચેતનાના પ્રકંપનો વિસ્તાર થયો. “ગુરુદેવ,
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy