________________
અણગારનાં અજવાળા ]
[ ૨૧ “ઓ મગતરા જેવા માનવી! આ ભવ્ય ઇમારત મારું સ્મારક છે. મારી ઇચ્છા વિરુદ્ધ લોકોએ તેને પ્રમોદનું વિહારધામ બનાવ્યું છે. મારી અવજ્ઞા કરનારનું સવારે શબ જોતાં મને આનંદ ઉપજે છે.” પીરે અટ્ટહાસ્ય કર્યું.
“તો દિવ્ય આત્મા, આપ હવે શું ઈચ્છો છો?” “હે બોડિયા માથાના માનવી, તું જલ્દી ચાલ્યો જા”
“કોઈની પરવાનગી વિના અમે જૈન સાધુ વાસ કરતા નથી. ત્રણ મુસ્લિમ બિરાદરોની મેં પરવાનગી લીધી છે. આપને દુઃખ પહોંચતું હોય તો હું અહીં રહેવા ન ઇચ્છું, પરંતુ રાત્રિ દરમ્યાન અપકાય (સૂક્ષ્મ જીવો) વર્ષા થતી હોવાથી અને અન્ય નાના મોટા જીવોની વિરાધનાના સંભવને કારણે ભગવાન મહાવીરના ફરમાન મુજબ વિહાર ન કરી શકાય, તેથી હું બહાર એક વૃક્ષ નીચે રાત્રિ પસાર કરી લઈશ. પરંતુ તે દિવ્યાત્મા, આપની નેકી અને પરગજુપણાને કારણે આપ દેવગતિ પામ્યા છો. છતાં તમારી વાસના આવા ઈટ માટી ચૂનાના તુચ્છ વિનાશી મકાનમાં કેમ ભટકે છે? શું આ મકાન કરતાં આપના દેવભવ ઓછા સારા છે? જેથી આપ આવી ક્ષુલ્લક તૃષ્ણામાં રાચો છો.? આ ક્રૂરતા–હિંસા આપની ભવ પરંપરા વધારી હીન ગતિ-દશાનું નિર્માણ કરશે.”
પ્રશમરસમાં વહેતો મુનિવરની શાંત મધુરવાણીનો પ્રવાહ આગળ વધ્યો.
“હે પવિત્રઆત્મા, રોષ છોડી શાંત બનો, ભાવિ જીવનને સુધારી લો, શાંતિ, સમાધિ, સમતા ધરી લો.”
મુનિવરની મીઠી, ધાર્મિક, મધુર છતાં નિર્ભીક અને ભાષાસંમિતિયુક્ત પ્રેરકવાણી સાંભળી યક્ષ પ્રસન્ન થયો. તામસ યક્ષાતનમાં પ્રકાશ ફેલાયો. દરિયાખાન પીરનો દિવ્યાત્મા નિજત્વરૂપી વૈક્રિય દેહે સૌમ્ય સ્વરૂપે હાજર થયો. મુનિએ કેટલોક સમયે ઉપદેશ આપતું પ્રેરક સંબોધન કર્યું. યક્ષનું હૃદયપરિવર્તન થતાં બોલ્યો, “હે ધીર મુનિવર, મારી વાસનાનો ત્યાગ કરું છું. જ્યારે તક આપશો ત્યારે આપની સેવામાં ઉપસ્થિત રહીશ. સર્વથા આપનો જય હો, વિજય હો .”