________________
૨૦ ]
[ અણગારનાં અજવાળા અંતરાય, સંતાન વિહોણો દરિયાખાન આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. એક સમયની આ રમણીય મહેલાત ભયંકર ભૂતાવળવાસિત ઈમારત મનાવા લાગી અને દરિયાખાન પીર તરીકે મનાવા લાગ્યો. કોઈ અજાણ્યા પ્રવાસી રાતવાસો કરવા આવે તો સવારે તેના મૃતદેહો જ મળતા. જોગીની જટા જેવા ઝાંખરા અને ઝાડવાં, નિર્જન અને વેરાનસ્થાનને વધુ બિહામણું બનાવતાં.
પંચમહાવ્રતથી શોભતા તેજસ્વી ધર્મસિંહ, ત્યાં ઊભેલા બે ત્રણ મુસ્લિમ ભાઈઓ પાસે આ ઇમારતમાં રાતવાસો કરવાની આજ્ઞા માગે છે. “સાંઈબાબા, ઈધર રાત ઠહરનેકા ઠીક નહીં હૈ.”
ક્યાં છે?”
યહ જગા મધરાતકો ભયંકર બન જાતી હૈ, બડે ભડવીર ભી સુબહ મુડદા હી હો જાતા હૈ. ઇસ ઇમારતકા માલિક દરિયાખાન રાતકો માર ડાલતા હૈ.”
ઠીક હૈ, કોઈ હર્જ નહીં. મેરે ઉસ્તાદ કી આજ્ઞા સે (મારા ગુરુજીની આજ્ઞાથી) મેં યહાં રાતકો ઠહરનેકો આયા હું. મેરી જિમેવારી મેરે શિર પર. મેં જૈન સાધુ છું. સૂરજ ડૂબજાને પર મેં દૂસરી જગહ નહીં જા સકતા હૂં. મુઝે ઠહરને કી પરવાનગી દો!”
“ઠીક હૈ સાંઈ! જૈસી તુમ્હારી મરજી! આમિન!”
આજ્ઞા મળતા મુનિરાજે ઇમારતના ઇશાન ખૂણામાં જગા પૂંજી આસન બિછાવી આરાધના શરૂ કરી. મધ્યરાત્રિએ પવન ને કડાકા ભડાકા વધ્યા. ભયંકર બિહામણી આકૃતિએ ઘુમ્મટવાળી ઇમારત પાસે દેખા દીધી. દેવોને વરેલી વૈક્રિય-શક્તિના બળે દરિયાખાન પીરે ભયંકર પિશાચનું રૂપ ધારણ કર્યું. “કોણ છે, મૃત્યુને ભેટવાની ઇચ્છાવાળો બેવકૂફ. અહીં મારા ધામમાં સૂરની શક્તિ સામે કોનો કપૂત આવ્યો છે?” પીરે પ્રચંડ ગર્જના કરી.
અરે મુંડિયા, મરવા શું કામ આવ્યો, આ ઇમારત મેં બંધાવી છે. અહીં મારી મરજી વિરૂદ્ધ કોઈ ન રહી શકે.”
શાંત સમાધિવંત સૌમ્ય સૂરે મુનિ બોલ્યા, “શા માટે આવા બિહામણા સ્વરૂપે ઉપસ્થિત થયા છો.? આવી ઘોર વિડંબનાનો શો હેતુ?”