________________
અણગારનાં અજવાળા ]
જ્યોતિર્મય ભોમકા ભણી......
પૂ.શ્રી વસુમતીબાઈ મહાસતીજી
શુભ નામ : મફતબહેન.
માતાપિતા : શ્રી દિવાળીબહેન તલશીભાઈ ઝૂમચંદભાઈ મોદી. જન્મ અને જન્મસ્થળ : ૧૯૦૮, મે મહિનો, મુ. પાલનપુર. સંપ્રદાય : દરિયાપુરી
દીક્ષા : વિ. સં. ૧૯૯૫, મહા સુદ દશમ; ઈ.સ. ૧૯૩૯, ૩૦મી જાન્યુઆરી.
દીક્ષાદાત્રી : પૂ.શ્રી કેસરબાઈ મ.સ.
ધાર્મિક અભ્યાસ : આગમ અને સૂત્રોના ઊંડા અભ્યાસી.
[ ૧૭૭
કાળધર્મ : સં. ૨૦૩૧, ચૈત્ર વદ ૧૧, ઈ.સ. તા. ૬-૫-૧૯૭૫, મંગળવારે ૧૨માં ૧૦ મિનિટે. વિઠ્ઠલગઢ મુકામે.
“કલ્યાણકુંજે
વાણી વહાવે
હૈયે અનેરી
નિર્ણય
કરતા
સુ-કેલી જ સુધા–રસેલી પ્રગટે સુ-હેલી
બુડંત–બેલી! !''
વંદુ હું
‘વસુ–સુવાસ’
છે વૈધવ્યે વધુ વિમલતા બેન! સંસારથી કૈં!” કેવડી નાની દીકરી! હજી તો ઢીંગલા-ઢીંગલીથી રમતી હોય! મુખ ઉપર સ્ફટિક જેવી નિર્દોષતાથી શુદ્ધ પારદર્શિતા છવાયેલી હોય. સંસાર શું કહેવાય તેની અંશમાત્રની સમજ ન હોય તેવી અણસમજમાં સંસાર શરૂ થાય અને પોતે જ ઢીંગલા-ઢીંગલી જેવાં હોય અને ઘર માંડ્યું ન માંડ્યું ત્યાં તો વાવાઝોડું ફૂંકાય.....બધું જ.....જમીનદોસ્ત થઈ જાય. સંસાર આખો અને હાઁ જ્યાં સંસારને જાણ્યો નથી ત્યાં તેની અસારતાની ખબર પણ કેવી રીતે પડે! પણ.......પણ.......
ખરેખર! જીવનમાં કો'ક એવી ઘટના ઘટી જાય છે જે ઘટતાં રાહીના રાહને સમૂળગો બદલાવી નાખી રાહીને સંસારની ઊંડી ગર્તામાં ગબડતો