________________
[ ૫૩
અણગારનાં અજવાળા ]
એ તો આત્મભાવમાં સમાધિમરણને પામી ગયા હતા.
તેમના અનુગામીઓ પૂ. બેચરલાલજી મહારાજ, પૂ. કાંતિલાલજી મ, પૂ. સૂર્યમુનિજી, પૂ. અરવિંદમુનિજી, પૂ. નવીનત્રષિ, બા.બ્ર. પૂ. શારદાબાઈ મ, પૂ. સુભદ્રાબાઈ મ., પૂ. ઇન્દુબાઈ મ., પૂ. વસુબાઈ મ., પૂ. કાંતાબાઈ મ, પૂ. સદ્ગણાબાઈ મ., પૂ. ઇન્દિરાબાઈ મ., પૂ. શાંતાબાઈ મ., પૂ. કમળાબાઈ મ., પૂ. તારાબાઈ મ., પૂ. ચંદનાબાઈ મ. આદિ સંત સતીજીઓએ સુપેરે ધર્મ પ્રભાવના કરી.
કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ સર્વ જીવો સાથે મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, મધુર રાગમાં ભક્તિગીતોનું ગાન, સહજ-પરોપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણોની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓ કરતાં પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિનો સંદેશ આપનાર શ્રી નાનચંદ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત હતા.
પશ્ચિમ ભારતનો સૌરાષ્ટ્ર પ્રદેશ સંતો, શૂરવીરો અને દાતારોની જન્મભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેના ઝાલાવાડ (વર્તમાન સુરેન્દ્રનગર) નામના જિલ્લામાં સાયલા નામનું ગામ છે. આ ગામમાં લાલા ભગત નામના સંત થઈ ગયા. તેથી આ ગામ “ભગતના ગામ' તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં વિ.સં. ૧૯૩૩ના માગશર સુદ એકમ ને ગુરુવારે શ્રી નાનચદ્રજીનો જન્મ થયો હતો. તેમનું જન્મ વખતનું નામ નાગરભાઈ હતું, તેમનાં માતાનું નામ રળિયાતબાઈ અને પિતાનું નામ પાનાચંદબાઈ હતું. આ ધર્મનિષ્ઠ સદાચારી કુટુંબ દશાશ્રીમાળી વણિક ગણાતું અને તેમાં સ્થાનકવાસી સંપ્રદાયના સંસ્કાર હતા. બાળકની પાંચ વર્ષની ઉંમરે માતાએ અને અગિયાર વર્ષની ઉંમરે પિતાએ વિદાય લીધી. તેથી તેમનાં ભાભી મોંઘીબાએ જ પાલક માતા તરીકેની ફરજ બજાવી. આટલું ઓછું હોય તેમ થોડા વખતમાં મોટાભાઈ જેસંગભાઈનું અવસાન થયું અને મોંઘીબા વિધવા થયાં. ત્યારબાદ નાગરભાઈની સાથે જે કન્યાનો વિવાહ થયો હતો, તેમાં કાંઈ અદલા-બદલી