________________
પર ]
[ અણગારનાં અજવાળા પોતાના ગામની બાજુનું ગામ વટામણ ખંભાત સંપ્રદાયના ક્ષેત્રના આ ગામમાં રવાભાઈને ઉપાશ્રયમાં પૂ. મોંઘીબાઈ મહાસતીજીના દર્શન થયા.
પૂ. મહાસતીજીની વૈરાગ્ય વાણીથી આ તરુણનું હૈયું વીતરાગ ભાવો પ્રતિ વધુ આકર્ષાયું પૂ. મહાસતીજી પાસે પોતાના હદયના ભાવો પ્રગટ કર્યા મહાસતીજીએ ખંભાત બિરાજતા પૂ. શ્રી છગનલાલજી મ.સા. પાસે મોકલ્યા.
ગુરુદેવને આ તરુણમાં તેજ દેખાતા સં. ૧૯૫૬ના મહા સુદ ૫ વસંત પંચમીના શુભ દિને ખંભાત નગરીએ સંયમના દાન દીધા.
રવાભાઈને ગુરુદેવ તરફથી બાળયોગી મુનિશ્રી રત્નચંદ્રજી નામ મળ્યું.
ગુરુદેવ છગનલાલજી રાજપુત અને શિષ્ય રત્ન પણ રાજપુત બનેનું ક્ષાત્ર તેજ કંઈક અલૌકિક હતું.
ખંભાત સંપ્રદાયની પૂજ્ય પદવી પર પૂરણ પ્રતાપી શ્રી હર્ષચંદ્રજી મહારાજ તે પછી શ્રી ભાણજી મહારાજ, ગિરધરલાલજી મહારાજ પછી શ્રી છગનલાલ મહારાજને પૂજ્ય પદવી અપાઈ.
સં. ૧૯૮૯માં અજમેર બુદત સ્થા. સાધુ સંમેલનમાં ખંભાત સંના પ્રતિનિધિ રૂપે પૂ. છગનલાલજી મ. પોતાના શિષ્યરત્નચંદ્રજી, શ્રી ગુલાબચંદ્રજી, શ્રી બેચરલાલજી તથા શ્રી ખોડાજી મ.ને સાથે લઈ ગયાં હતાં.
સં. ૧૯૯૫માં ૭૩ વર્ષની વયે પૂ. છગનલાલજી મહારાજ કાળધર્મ પામ્યા. સંપ્રદાયની ગાદીનો ભાર પૂ. રત્નચંદ્રજી મ.સા.ના શીરે આવ્યો.
પૂજ્ય ફૂલચંદ મુનિ સાથે સાણંદ સં. ૧૯૯૬માં પધારેલ ત્યાં પૂ. જશુબાઈ સ્વામી અને પૂ. શારદાબાઈ સ્વામીની દીક્ષા થઈ સં. ૨૦૦૦માં હર્ષચંદ્રસ્વામીની દીક્ષા થઈ.
ખંભાતનું સં. ૨૦૦૪નું તેમનું છેલ્લું ચોમાસું નિવડ્યું. ભાદરવા સુદ ૧૦ને રવિવારે કારમાં દર્દે આક્રમણ કર્યું. રાત્રે દર્દ વધતાં ચાર આંગળા બતાવી ઇશારો કર્યો.
સવારના ચાર વાગે એ મહામૂલા રનને કાળે આપણી પાસેથી ઝૂંટવી
લીધું.