SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] [ અણગારનાં અજવાળા કરી નાખવામાં આવી છે તેવા સમાચાર મળ્યા. એક પછી એક આવી પડેલા આવા અનેક પ્રસંગોથી નાગરભાઈ તથા મોંઘીબાનું ચિત્ત વધારે વિરક્ત થઈ ગયું. ઘણાં લોકોની સમજાવટ છતાં નાગરભાઈનો વૈરાગ્ય વધતો ગયો. તેઓ સદ્વાચન અને સત્સમાગમમાં રહેવા લાગ્યા અને યોગ્ય ગુરુ મળે તો દીક્ષા લેવી એવા નિર્ણય પર આવી ગયા. આ સમયે તેમને લીંબડીના શ્રી પોપટભાઈ હંસરાજભાઈનો ભેટો થયો. તેમણે પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે જવાની સૂચના કરી. બંને જણા વાગડ થઈ કચ્છ પહોંચી ગયા. અહીં પૂ. મહારાજશ્રી દેવચંદ્રજીનાં દર્શનબોધથી પ્રભાવિત થઈ જેસલ-તોરલના સમાધિ-સ્થાનથી પ્રસિદ્ધ અંજાર ગામે વિ.સં. ૧૫૭ના ફાગણ સુદ ત્રીજ ને ગુરુવારે દિક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ મુનિ નાનચંદ્ર રાખ્યું. તેમનાં કેટલાંક ચાતુર્માસ માંડવી, જામનગર અને મોરબીમાં થયાં. આ દરમિયાન તેઓએ રાષ્ટ્રીયતાના પક્ષમાં અને પ્રભુ મહાવીરનાં ગુણગાન સાધુ મહારાજ પણ મોટેથી ગાય તો વાંધો નહીં તેના સમર્થનમાં પોતાનું સુધારાવાદી વલણ સમાજ સમક્ષ વ્યક્ત કર્યું. આ કારણથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મુનિશ્રી ક્રાંતિકારી વિચારોવાળા તરીકે જાણીતા થયા. ગુરુસેવા અને વિશેષ શાસ્ત્રાભ્યાસઃ ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજને લકવાની અસર થઈ અને આ યુવાન મુનિએ ગુરુજીની સેવામાં રહેવાનું નક્કી કર્યું. આથી વિ.સં. ૧૯૬૮થી વિ.સં. ૧૯૭૬ સુધી (નવ વર્ષ સુધી) લીંબડીમાં લાંબો સ્થિરવાસ કરવો પડ્યો. આ સમય દરમિયાન તેમણે પોતાની આગવી બુદ્ધિપ્રતિભા દ્વારા સાધકજીવન માટે આવશ્યક સંસ્કૃત, પ્રાકૃત, દર્શન અને કાવ્યશાસ્ત્રોનો ઠીક ઠીક અભ્યાસ કરી લીધો, ઉપરાંત સમાજસેવા અને સાહિત્ય-નિર્માણમાં પોતાના સમયનો સદુપયોગ કરી સંઘની ખૂબ ખૂબ ચાહના મેળવી. સમસ્ત સંઘ અને મુનિશ્રીએ ગુરુજીની સેવાશુશ્રુષા કરવામાં કોઈ ઊણપ રાખી ન હતી. છતાં, તેમની તબિયતે પલટો ખાધો અને વિ.સં. ૧૯૭૭માં તેઓએ સ્વર્ગારોહણ કર્યું. મુંબઈગરાઓનું આકર્ષણ : મુનિશ્રીનું ભવ્ય વ્યક્તિત્વ, તેમની પદ્યમય શૈલી, વિશાળ દૃષ્ટિ, બુલંદ છતાં મીઠો સ્વર, સુધારાવાદી વિચારધારા, સમાજવિકાસની ધગશ વગેરે અનેક ગુણોને લીધે મુંબઈના સંઘની ચાતુર્માસ
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy