SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૫ અણગારનાં અજવાળા ] માટે સતત માંગણી રહેતી. અંતે મુનિશ્રીને વિ.સં. ૧૯૮૨નું ચાતુર્માસ ઘાટકોપરમાં કરવાની સ્વીકૃતિ આપવી પડી. તેમનાં પ્રવચનોમાં જે મોટી હાજરી થતી તે પરથી ખ્યાલ આવતો કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કેટલી મોટી સંખ્યામાં જૈનો અહીં આવીને વસ્યા હતા. આ ચાતુર્માસમાં સ્થાનકવાસી ઉપાશ્રયની ભવ્ય ઇમારતનો પાયો નખાયો. સમસ્ત જૈન સમાજમાં ધર્મજાગૃતિની સરસ લહેર વ્યાપી ગઈ. અહીં તેઓએ અ.ભા.સ્થા. જૈન કોન્ફરન્સને પણ સંબોધી હતી. વિ.સં. ૧૯૮૩નું ચાતુર્માસ લીંબડીમાં થયું. ત્યાં શ્રી ચૂનીલાલજી મુનિની દીક્ષા થઈ. ત્યાર પછી વિ.સં. ૧૯૮૪માં વાંકાનેરનું ચાતુર્માસ કરી, ૧૯૮૫માં મોરબીમાં શ્રી શિવલાલજી (સંતબાલજી)ની દીક્ષા થઈ. ૧૯૮૯નું ચાતુર્માસ આગ્રામાં હતું. દરમિયાન અજમેર સંમેલનમાં તેઓએ લીંબડી સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું. વિ.સં. ૧૯૯૧માં ઘાટકોપર અને ૧૯૯૨માં કાંદાવાડીમાં તેઓનાં ચાતુર્માસ થયાં. બોરીવલીમાં ૨૦૧૪ અને ૨૦૧૫ના જે ચાતુર્માસ થયાં તેમાં ધાર્મિક જાગૃતિ સાથે અનેક સામાજિક અને લોકોપયોગી કાર્યો પણ થયાં. બોરીવલીમાં તે સમયે મધ્યમ અને ગરીબ વર્ગના જૈન વસતા, પણ તેઓની ધર્મ પ્રત્યેની લગન અને શ્રદ્ધા તથા સંપ રાખીને કાર્ય કરવાની ભાવના અદમ્ય હતી. આ કારણથી જ આ ચાતુર્માસમાં ધર્મજાગૃતિ, યુવા પ્રવૃત્તિ, મહિલામંડળની પ્રવૃત્તિઓ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ સુંદર થઈ. સાયલામાં સ્થિરવાસ અને અંતિમ દિવસો : છેલ્લાં ચાર ચાતુર્માસ પૂ. મહારાજશ્રીએ સાયલામાં જ કર્યા. ૮૭મી જન્મજયંતી પૂ. સંતબાલજી, પૂ. ચૂનીલાલજી મુનિ તથા અન્ય મહાસતીઓ અને શ્રાવકોની હાજરીમાં પ્રાર્થના, પ્રવચન, ભક્તિ આદિથી ઊજવવામાં આવી. ત્યારપછી પૂ. સંતબાલજી તો દિલ્હી અને કલકત્તા (ભવાનીપુરા)નાં ચાતુર્માસ અર્થે જતા રહ્યા પણ પૂ. ચિંતમુનિને તો “ગુરુદેવ' જ સર્વસ્વ હોવાથી તેઓ તેમની સાથે જ રહ્યાં. અહીંના તેઓશ્રીના સ્થિરવાસ દરમિયાન વિવિધ સ્થળોએથી સેવા, દર્શન અને સત્સંગ અર્થે મહાસતીજીઓ તથા શ્રાવકોનો પ્રવાહ ચાલુ જ રહ્યો. આખરે વસમી વિદાયનો અને મહાપ્રયાણનો દિવસ આવી પહોંચ્યો.
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy