________________
પ૬ ]
[ અણગારનાં અજવાળા “કર લે સિંગાર! ચતુર અલબેલી
| સાજનકે ઘર જાના હોગા.” વિ.સં. ૨૦૧૧ના માગશર વદ ૯ ને રવિવારે સવારના તેઓએ પ્રાર્થના અને પ્રવચન કરી, નિત્યક્રમથી પરવારી, પ્રતિક્રમણ કરી લીધું, પરંતુ સાંજની પ્રાર્થનામાં ન બેસી શક્યા. તેમણે છાતીમાં દુઃખાવાની વાત કરી. એટલામાં તો શ્વાસ પણ જોરશોરથી ચાલવા લાગ્યો. સુરેન્દ્રનગરથી ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી, પણ તે પહેલાં તો પૂ. મહારાજશ્રીએ ચાર શરણાંને–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળ પ્રણિત ધર્મને-સ્વીકારવાનો સંકેત કરી દીધો અને રાત્રે ૧૦-૨૫ મિનિટે મહાપ્રયાણ કર્યું. - આના સમાચાર વીજળીની માફક ચારે બાજુ પહોંચી ગયા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, હૈદ્રાબાદ વગેરે અનેક સ્થળોએથી લોકો અંતિમ દર્શનાર્થે ઊમટી પડ્યાં અને આવા નાના ગામમાં દશ હજારથી ઉપરની સંખ્યા એકત્રિત થઈ ગઈ. જય જય નંદા, જય જય ભદ્રા'ના જયનાદો વચ્ચે આ જ્યોતિર્મય આત્માના દેહના અવશેષો પંચમહાભૂતમાં મળી ગયા.
આમ એકંદરે ૬૪ વર્ષનું દીર્ધ સંયમી જીવન વિતાવી, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ વગેરે પ્રદેશોમાં જૈન-જૈનેતર સમસ્ત જનતામાં સદાચાર, નિર્બસનતા, માનવધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કારો રેડીને મહારાજે ચિરવિદાય લીધી.
મુખ્ય મુનિ શિષ્યો : પૂ. મહારાજશ્રીએ મુનિશ્રી ચુનીલાલજીને વિ.સં. ૧૯૮૩માં અને મુનિશ્રી સંતબાલજીને વિ.સં. ૧૯૮૫માં દીક્ષા આપી હતી. બંને શિષ્યોની ગુરુભક્તિ અદ્ભુત હતી. પૂ. ચુનીલાલજી મુનિમાં પરંપરાગત સંસ્કારોની સાથે સાથે ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવનું વધારે પ્રતિબિંબ પડે છે. આજે ૬૦ વર્ષના દીર્ધ દીક્ષાજીવન પછી પણ તેઓ મહારાજશ્રીના શિષ્યો અને સંઘનું વિધિવત્ પાલન અને અનુશાસન પોતાની અપાર ધીરજ અને કરુણાથી સુંદર રીતે કરી રહ્યા છે. સ્વ. મુનિશ્રી સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રિાંતિકારી હતું. તેથી પોતાની ચર્યાના નિયમોનું પાલન કરતાં કરતાં તેઓ વિશ્વ વાત્સલ્યના ભાવથી પ્રેરાઈને સમગ્ર ભારતીય સંસ્કારો, રાષ્ટ્રીયતા, ગાંધીવિચારધારા અને સમાજોદ્ધારનાં સત્કાર્યો પ્રત્યે અભિમુખ થયા હતા.