________________
અણગારનાં અજવાળા ]
[ ૧૫૫ નામ તેવા ગુણઃ કુદરતી રીતે જ જેમનું નામ સાર્થક થયું એવું તેમનું નામ નાથી રાખવામાં આવ્યું. નાથુ ધાતુ એટલે કે શુભ ઇચ્છવું, નાથ થવું. તેના ઉપરથી નાથી શબ્દ પ્રયોજાય છે. નાથીબહેનના પિતાશ્રી સિદ્ધાંતવાદી અને હોંશિયાર. મંત્રતંત્રમાં માનતા નહીં. એક વખત જાતિઓએ મંત્રેલું મીઠું અરિહંતનું નામ લઈ પોતે ખાઈ ગયા અને બતાવી દીધું કે મને કશું નહીં થાય. ધર્મમાં તેમને ખૂબ શ્રદ્ધા હતી. પણ તાતીતિ વૃદ્ધિ થા–બીજો આપણને સુખદુઃખ આપે છે તેમ માનવું એ બુદ્ધિનો ભ્રમ છે, મિથ્યાત્વ છે. જીવને કૃતકર્મનાં ફળ ભોગવવાં પડે છે તેવી તેમને સાચી શ્રદ્ધા હતી.
રાહ ફંટાયોઃ નાથીબહેનનાં લગ્ન ૧૨ વર્ષની ઉંમરે થયાં હતાં, પણ હજી તેમણે સાસરે પગ પણ મૂક્યો ન હતો અને એકાએક વૈધવ્ય તેમના જીવનના આંગણે આવીને ઊભું રહ્યું. ત્યારબાદ નાથીબહેનની વય વધતાં સત્સંગે ધર્મજ્ઞાન મેળવવા પુરુષાર્થ આદર્યો. “દશવૈકાલિક સૂત્ર’, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું ૧૯મું અધ્યયન, ૧૦૦ ઉપરાંત થોકડાં, ૪૦૦ જેટલી સઝાયો કંઠસ્થ કર્યા. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ વગેરે બધું જ ઘરે રહીને શીખ્યાં.
જ્ઞાનસ્થ પત્ત વિરતિઃ જ્ઞાનનું ફળ તે સંયમવ્રત છે. ૨૭ વર્ષની ઉંમરે યુવાનીના પ્રાંગણમાં પ્રવેશતાં તેમને દીક્ષાના ભાવ થવા માંડ્યા. અને વીર સં. ૨૪૩૧ના માગશર સુદ ૭ ગુરુવારે (તા. ૧૦-૧૨-૧૯૦૪) પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી જડાવબાઈ મ.સ. પાસે પ્રાંતીજ મુકામે પ્રવજ્યા અંગીકાર કરી.
જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ : જ્ઞાનપિપાસુ તો તેઓ હતાં જ, પણ શાસ્ત્રીય જ્ઞાન કરતાં પણ સેવા અને વૈયાવચ્ચને તેઓ મોક્ષનું દ્વાર, પ્રથમ સોપાન માનતાં. પૂ.શ્રી વીરેન્દ્ર મુનિના શબ્દોમાં : “ફેદ મહત્ત, મારાથી વધારે ખવાય નહીં, તપ થાય નહીં, ૧૯૭૦માં સળંગ ૪ ઉપવાસ કર્યા. શાહપુરથી પૂ.શ્રી સતીરનો નાથીબાઈ અને પૂ.શ્રી જસીબાઈ મારે માટે ખાસ લવિંગ, સાકરનો ભૂકો વહોરી દોડી આવ્યાં. તે સમયે પૂ. નાથીબાઈની ઉંમર ૧૦૨ વર્ષની હતી. દીક્ષાપર્યાય અને ઉંમરમાં મારાથી મોટાં પણ મહાસાધુને આંટી મારે એવાં જ્ઞાની.”
પૂશ્રી નાથીબાઈના હૃદયમાં સર્વે જીવ પ્રતિ કરુણા હતી. હિતબુદ્ધિ