________________
૧૫૪ ]
[ અણગારનાં અજવાળા
તીર્થસ્વરૂપા
પૂ. શ્રી નાથીબાઈ મહાસતીજી શુભ નામ : નાથીબહેન. જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૩૩, ફાગણ સુદ ૭, ઈ. સ. ૧૮૭૭,
માર્ચમાં પ્રાંતિજ મુ. માતાપિતા માતા શ્રી ગુલાબબહેન, પિતાશ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહ. દીક્ષાદાતા ઃ ગુરુણીમૈયા : પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી
જડાવબાઈ આર્યાજી. સંયમ સ્વીકાર : સં. ૧૯૬૧, માગશર સુદ ૭, તા. ૧૦-૧૨-૧૯૦૪,
ગુરુવારે, મુ. પ્રાંતિજ. સંપ્રદાય : દરિયાપુરી આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય.
ધાર્મિક અભ્યાસ દીક્ષા પહેલાં : દશવૈકાલિક સૂત્ર’ અને ‘ઉ. સૂત્ર ૧૯મું અધ્યયન' કંઠસ્થ કર્યું. ૧૦૦ ઉપરાંત થોકડાં, ૩૦૦-૪૦૦ સઝાયો કંઠસ્થ કરી લીધી. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ઘરે શીખ્યાં. દીક્ષા બાદ: ઉસૂત્ર', દશવૈકાલિક”, “નંદી સૂત્ર', “દશાશ્રુત સ્કંધ', “અનુત્તરોવવાઈ’, ‘સુખ વિપાક સૂત્ર' વગેરે કંઠસ્થ કર્યા.
દીક્ષપ્રદાન : પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ, ઝબકબાઈ મ.સશકરીબાઈ મ.સ, તેમનાં પ્રશિષ્યાઓ સર્વશ્રી : બા. બ્ર. પૂ. આનંદબાઈ, જસવંતીબાઈ, કુસુમબાઈ અને પ્રફુલ્લભાઈ, શકરીબાઈ.
કાળધર્મ : સં. ૨૦૩૩ના ભાદરવા વદ ૧૧ને દિવસે.
નીલકમળો અને વિશાળ જલરાશિવાળા સરોવરથી શોભતું સ્થાન અને વિવિધ ધર્મોથી ઓપતા ઉદાર ચરિતવાળા એવા માનવ-નિવાસોવાળા પ્રાંતિજ નગરમાં સુશ્રાવક શ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહને ત્યાં માતા ગુલાબબહેનની કુક્ષિએ નાથીબહેનનો જન્મ થયો હતો. છ દીકરીના મૃત્યુ ઉપર નાથીબહેન ઉપર ટૂચકો કરવામાં આવ્યો. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે એમ નાથીબહેનને કચરામાં વાળવામાં આવ્યાં અને સો વર્ષ ઉપર આવી ગયાં.