________________
અણગારનાં અજવાળા |
[ ૧૫૩ ઉપાશ્રયમાં અમદાવાદ ગામે ચાતુર્માસ બિરાજતાં હતાં ત્યારે પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.ને એક દિવસ મધ્યરાત્રિ બાદ પરોઢિયે એક સપનું આવ્યું, જેમાં તેઓએ વિશાળ સમુદ્રની અંદર ચાવીનો ઝૂડો ફેંક્યો. ઉદય જાગૃત થઈ ગયો અને તેઓ સ્વાધ્યાય, ધ્યાન, આત્મચિંતનમાં લીન બન્યાં. પ્રતિક્રમણ કર્યું પછી સપનાનો વિચાર કરતાં એવા નિર્ણય ઉપર આવ્યો કે મારા જીવનરૂપી ઝૂડાને અંતિમ આરાધનામાં સાગરમાં નાખીને મૃત્યુમહોત્સવ અથવા પંડિતમરણને પામવાનો મંગલકારી કલ્યાણકારી સુયોગ આવી ગયો છે. (શ્રી ભગવતી સૂત્રમાં સપના વિષે ઉલ્લેખો છે. તેમાં તે જ ભવે કે ત્રીજા ભવે જનારના સુંદર સપનાનું વર્ણન છે.) તે અભ્યાસના આધારે મહાન આત્મા સતીરત્નાએ પૂર્વોક્ત નિર્ણય કર્યો. તેથી પૂ.આ.ભ. પૂ. શ્રી રઘુનાથજી મ.સા.ની આજ્ઞા મેળવી જાવજીવનો સંથારો કર્યો. તે સંથારો બાવન દિવસનો ચાલ્યો હતો અને સમાધિપૂર્વક આત્મમસ્તી માણતા પાર્થિવ દેહનો ત્યાગ કરી પરલોકની યાત્રાએ તેમનો દિવ્યઆત્મા ચાલ્યો ગયો.
આવાં હતાં આપણાં આગમિક, ખમીરવંતાં મૈયા પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. જેઓ સાધનાલશે જીવન જીવી મૃત્યુંજય બન્યાં. વીરાંગના હતાં. જેઓ જૈનશાસનમાં અજોડ, અનુપમ, અદ્વિતિય, અનોખું જીવન જીવી ગયા. જેમની સ્કૃતિના અંશો આજે પણ વઢવાણ શહેરમાં, અમદાવાદમાં છીપાપોળમાં જોવા મળે છે. તેમની સ્મૃતિ અર્થે છીપાપોળ શ્રી સંઘમાં–અમદાવાદમાં આજે પણ દિવાળીબાઈ લાઈબ્રેરી ચાલી રહી છે.
પૂ.શ્રી સંતના અનુભવની તેમના શ્રીમુખેથી સાંભળેલી આ વાત છે. તેમજ પૂ.શ્રી આ.ભ. રઘુનાથજી સ્વામીનું જીવન ચરિત્ર-ઈ.સ. ૧૯૨૨માં લખાયેલ પુસ્તકમાંથી મેળવેલા અંશો અહીં આલેખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
સંયમમાં રતિ, સંસારમાં ઉદાસીનતા હોય તો મુખ ઉપર સમાધિ હોય જ. આવા અણગાર અમારાં... --..
અમારાં અગણ્ય વંદન હો આપને.