________________
૧પર ]
[ અણગારનાં અજવાળા જીવી બતાવ્યા. રમણ મહર્ષિએ મૌનનો મહિમા ગાવાને બદલે મૌન જીવી બતાવ્યું અને મૌન સાધનાની ફલશ્રુતિનાં લોકોને દર્શન કરાવ્યાં. નરસિંહ મહેતાએ તેમની અંતરની અનુભૂતિને ભજનો દ્વારા ગાઈ બતાવી અને જીવી બતાવી. તેમના જીવનમાં બનેલી અઘટિત ઘટનાઓ-જગત પરથી તેમનાં વહાલાં સ્વજનોની વિદાય થઈ તો પણ તેમણે તે ઘટનાઓનો સ્વીકાર કર્યો. દુઃખની ઘડીએ પણ ભગવાનમાં ભરોસો વ્યક્ત કરીને, તેની મરજી પ્રમાણે જીવન જીવી બતાવ્યું. એવાં જ હતાં આપણાં સતીરત્નો અને પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. જે સિદ્ધાંતને જીવી જાણતાં. વિચારવા જરૂર એવું થાય કે આપણે છદ્મસ્થ આત્મા ક્યારે એવા થઈ શકીશું કે આવો પરમ પરમાત્માયોગ આપણને પ્રાપ્ત થાય?
માનવજીવનમાં ઊતર–ચડ નિશ્ચિત હોય છે, તેમ દ. સં.માં થોડો સમય તેની સ્થિતિ અસ્થિર થઈ હતી. તેથી સંપ્રદાયને એક વ્યક્તિની ધુરા તળે મૂકવાની જરૂર ઊભી થઈ. તેથી આખા સંઘનું હિત, અર્થ, કાર્ય સમજી શકે, સંકટો, વિપત્તિ કલેશ આવવા છતાં સહન કરી સંઘનાં હિતમાં પગલાં ભરે, પોતાની વિદ્યા, ડહાપણ, વિચાર, વિવેકને સદાચારથી સંઘનું ભલું કરી શકે એવા પૂજય પુરુષને પદવી ઉપર સ્થાપવાની જરૂર ઊભી થઈ અને આની પસંદગીનો કળશ પૂ.શ્રી રઘુનાથજી સ્વામી ઉપર ઢોળાયો. સંપ્રદાય સારી રીતે ચાલવા લાગ્યો. ક્યારેક ગાબડું પડતું કે વાવાઝોડું આવતું પણ યતકિંચિત પગલાં લેતાં તે સમાઈ જતું. બધાં સાધુ-સાધ્વીઓ એક જ આજ્ઞા નીચે ચાલતાં.
પૂ.શ્રીનો પૂ.શ્રી આચાર્ય ભ. પ્રત્યેનો તેમનો પૂર્ણ ભક્તિભાવ અને સદ્ભાવ હતો. પૂ. શ્રી પ્રતિ તેમને માન હતું, અને પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.એ આ.ભ.ની આજ્ઞામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. આ સતીરત્નોનાં શીલ, સત્યતા અને પ્રજ્ઞા એવાં ખીલેલાં હતાં કે જેના કારણે આગમનાં ઊંડાં રહસ્યો તેઓ સારી રીતે સમજી શકતા અને જિજ્ઞાસુ અને મુમુક્ષુઓને સારી રીતે સમજાવી શકતાં.
પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.ને અંતઃસ્કુરણા થતી. તેનું સચોટ ઉદાહરણ તે તેમની અંતિમ સાધનામાંથી મળી રહે છે. આ સતીરત્ના છીપાપોળ