________________
[ ૧૫ ] સ્વયં સિદ્ધા સિદ્ધ પગલે : કેટલાંક પૂ. આર્યાજીઓ પૂર્વભવોથી જ જ્ઞાનની જ્યોતિને સાથે લઈને અવતરનારા છે. મોક્ષની મંઝિલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકનારા નથી. બાલ્યાવસ્થામાં તેઓને શાળા અને જૈનશાળામાં મૂકવામાં આવતા ત્યારે સ્વયંમેવ શાળાનો રસ્તો છોડી જૈનશાળાનો રસ્તો અપનાવી લેતા. તો કોઈક સખી કે કોઈકને સત્સંગે તેઓને સંયમ માર્ગે વળી જતાં.
આ બાળાઓને જ્ઞાનની કસોટીની સરાણે ચડાવવામાં આવતી. તેઓના અંતરમાંથી જાણે જ્ઞાનનો ધોધ વહેતો હોય તેમ તેઓ શુદ્ધ કંચનની જેમ પાર ઉતરતી. તેથી તેઓને શાળાકીય જ્ઞાન ઓછું રહેતું પણ તેમની તીવ્ર બુદ્ધિ, સ્મરણશક્તિ અને જ્ઞાનના ક્ષયોપશમની તીવ્રતાને કારણે આગમ જ્ઞાન ઝડપથી મેળવી શકતા. તેઓ વ્યાખ્યાનમાં વિખ્યાત બનતા. શ્રોતાઓની માંગને કારણે પુસ્તકો લખતાં. અરે! એમાંનો ગ્રંથ વાંચી પ્રેરિત થઈ એક બહેને દીક્ષા અંગીકાર કરી. કેટલા શક્તિશાળી!
પૂજ્ય શ્રી લીલાવતીબાઈ મ.સ.એ સિંહની પેઠે દીક્ષા લીધી અને સિંહની પેઠે દીક્ષા પાળી જાણે “સિંહબાળ'.
પૂ.શ્રી વસુબાઈ મ.સ. વ્યાખ્યાનમાં વિખ્યાત બન્યા. પૂ.શ્રી ઘાસીલાલજી મ.સા.ના શબ્દોમાં છ “તેમની તલસ્પર્શી શૈલીમાં સાત્ત્વિક જ્ઞાન, સિદ્ધાંત દર્શન સાથે વ..વ... સાથે તેમના વ્યાખ્યાનો મિથ્યાત્વના તિમિરનાશક છે” તેમના વ્યાખ્યાન સાંભળવા રાજવીઓ, અધિકારીઓ બ્લેમજ ભણેલો વર્ગ સાંભળવા આવતો.
પૂ.શ્રી તારાબાઈ મ.સ. : સિદ્ધાંતોને જીવી જીવન અને મૃત્યુને મહોત્સવ બનાવ્યા.
પૂ.શ્રી શારદાબાઈ મ.સ. પ્રથમ પ્રવચનથી પ્રખ્યાત બન્યા. છ વર્ષ સુધી સંપ્રદાયનું સુકાન સંભાળ્યું. પૂ. શ્રી કાન્તિઋષિજીને સ્વમુખે દીક્ષાનો પાછ ભણાવ્યો. શ્રાવકો અને શ્રીસંઘના આગ્રહે ૧૪ પુસ્તકો છપાવ્યા.
પૂ.શ્રી કુસુમબાઈ મ.સ. : કેન્સરની ભયંકર વંદનાને વહાલ કરતા તેમનો અદ્દભુત સમતાભાવને નિહાળી ચંદ્રશેખરવિજયજી મ.સાહેબે કહ્યું :