________________
[ ૧૬ ]
“હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી સમાધિ મને મળે તો મને કેન્સર દેજે જેથી નિર્યામણા (આલોચના) કરવાનો મને સુંદર અવસર મળે.”
પૂ.શ્રી ધનકુંવરબાઈ મ.સ. ઃ સિદ્ધવચની ક્ષત્રિયાણીનું તેમનામાં ક્ષાત્ર તેજ અને ખમીર મોટા પદાધિકારીઓ અને મોટી વિભૂતિઓ તેમના વ્યાખ્યાન સાંભળવાનું ચૂકતી નહીં.
પૂ.શ્રી તરુલતાબાઈ મ.સ. : બાળપણથી ‘હું'ની શોધમાં તેમજ ડૉક્ટરેટની ડીગ્રી મેળવી.
પૂ.શ્રી ઇન્દુમતીબાઈ મ.સ. ઃ મૌનને જીવી જાણ્યું. ન પ્રસિદ્ધિ ન પ્રચાર ત્યારે ગુરુ ભગવંતોની શી વાત કરવી!
આજે પણ સ્થા. જૈન સમાજમાં મહાજ્ઞાની, મહાધ્યાની, ઉત્તમ ચારિત્રનું ચુસ્તપણે પાલન કરતાં શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન પૂ. મહાસતીજીઓ વર્તમાનમાં વિચરી રહ્યાં છે.
છેલ્લે અજવાળા શોધવા નીકળેલી હું મારામાં તેનું એક કિરણ પ્રવેશશે!
आ ना मुद्राः कतवा यन्तुः विश्वतः ॥
भद्राः स्तवः विश्वतः नः आयन्तु ॥
શુભ અને સુંદર વિચારો અમને દરેક દિશાઓથી પ્રાપ્ત થાઓ.
શ્રી ગુણવંતભાઈ કોના અનુયાયી ? પ્રાણ પરિવારના પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ અને ડૉ. તરુલતાજી સ્વામી, તેમના ગુરુઓ પણ કેવા ધુરંધર છે? શ્રી ગુણવંતભાઈ બરવાળિયા જેઓ સી.એ.ની ડીગ્રી ધરાવે છે. જેમણે ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય ઉપર ૩૫ જેટલા પુસ્તકોનું સર્જન કર્યું છે. ઘણા મુખપત્રોનાં તેઓ તંત્રી છે. જૈન કોન્ફરન્સમાં તેઓ મંત્રીપદે છે. ‘મુંબઈ સમાચાર'માં પ્રગટ થયેલા તેમના લેખને મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું તેમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેઓ લખે છે કે
“સમયના ફરતાં કાળચક્રમાં હંમેશા બનતું આવ્યું છે તેમ જૈન ધર્મમાં પણ ચઢ-ઉતર આવતા એક સમયે સાધ્વાચાર લુપ્ત થવા લાગ્યો