________________
અણગારનાં અજવાળા ]
[ ૨૦૯
મ.સ. એમ ત્રણેયે સાથે ખંભાતમાં પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે દિવસ મહા સુદ પાંચમ (વસંતપંચમી)નો શુભ દિવસ હતો જ્યારે તે ત્રણેય આત્માઓ પૂ.શ્રી ચંપકગુરુનાં ચરણમાં અને સ.પૂ.શ્રી સરદાર ગુરુના શરણમાં સમર્પિત થયા. આજે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ, મેવાડ, માળવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં પૂ.શ્રી સરદાર મુનિનું મહા જ્ઞાની–ધ્યાની અને વ્યાખ્યાન વાચસ્પતિ તરીકેનું નામ પરમ વંદનીય બન્યું છે.
પ્રવજ્યાના મંગલ પંથ પર પદાર્પણ પૂ.શ્રી કંચનબાઈ મ.સ. અહર્નિશ તપ, જાપ અને આરાધનામાં રત રહેતાં હતાં. તેમનાથી પ્રેરિત થઈ તેમનાં સંસારી સુપુત્રીઓ સોહનજી, તારાજી, તેમના પુત્ર પૂ.શ્રી આદિત્યમુનિ, પૌત્ર પંકજમુનિ, પુત્રવધૂ ચંદ્રેશાજી, પૌત્રી ભાવેશાજી, દોહિત્રી સુદિશાજી, તારાજીની પુત્રી પૂ.શ્રી અંગૂરપ્રભાજી, પૂ.શ્રી પારસમુનિના પિતાશ્રી પૂ.શ્રી ઉદયમુનિ આદિ સંતસતીજીઓએ પ્રવ્રજ્યાના મંગલ પંથ ઉપર પ્રયાણ કર્યું.
બરવાળા સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.શ્રી સરદાર મુનિ મ.સાહેબનાં દર્શન કરી પૂ.શ્રી કંચનબાઈ મ.સ. મરુદેવી માતાની માફક પરમ પ્રસન્નતા અને દિવ્યાનંદ અનુભવતાં.
પૂર્વભવોના સંસ્કારોથી જીવ જન્મ ધારણ કરે છે. માતાપિતા જીવન ઘડવાનું કાર્ય કરે છે. ધર્મના સંસ્કારોથી ગુરુઓ તે જીવનું ઘડતર કરે છે. અહીં પણ પરમ પ્રસન્નતા એટલે એવી સ્થિતિ, એવી ભૂમિકા જે આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમોત્તમ હોય. ચરમ સીમારૂપ હોય, જેનાથી ઉપર કે વિશેષ કાંઈ જ ન હોય. દુન્યવીથી પર હોય. ‘પરમ’ શબ્દના ઉચ્ચારણ વખતે અવિનાશી ઈશ્વરીય ચૈતન્યમય તત્ત્વ તરફ નિર્દેશ થયેલો છે. જે માતાએ પુત્રને ધર્મના સંસ્કારથી સુસંસ્કારિત કરી જૈન શાસનને ચરણે ધર્યો તે જ પુત્ર અત્યારે અધ્યાત્મ જગતના ઉચ્ચસ્થાને, ગુરુપદે બિરાજતો હોય તો સ્વાભાવિક છે કે તે માતા તેનાં દર્શન કરતી વખતે આવી જ પરમ પ્રસન્નતા અને દિવ્યાનંદની અનુભૂતિ કરતી હોય! અહા! ઉજ્વલ તે ક્ષણો! પરમ પવિત્ર તે ક્ષણો!
પાનખરમાં ગુલાબની સુગંધ! વિ.સં. ૨૦૫૩ પછી પૂ.શ્રી કંચનબાઈ મ.સ.નું સ્વાસ્થ્ય નબળું પડવા લાગ્યું. દર્દ અને વેદનાને હૈયે લગાડી દીધી. મનને આરાધનામાં જોડી દીધું. તનની વ્યાધિ અને મનની વ્યાકુળતાને ઊંડાણમાં