________________
૨૧૦ ]
[ અણગારનાં અજવાળા ધરબી દીધાં. પૂ.શ્રી અંગૂરપ્રભાજી આદિ સતીઓએ તેમની અનન્ય સેવા કરી. પૂ.શ્રી સવાઈ મુનિ અને પૂ.શ્રી મુકેશ મુનિના સાનિધ્યમાં અણશણ, ઉપાસના અને સંથારા દ્વારા સાધનાપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું.
સદ્ગુણોના સાગર સમાન તે પરોપકારી ગુરુવર્યોનાં સુભાષિતો સાંભળીને બુદ્ધિમાન સંયમી પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓ મન, વચન અને કાયાના સંયમથી મુક્ત બની ચારેય કષાયોનો ક્રમશઃ ત્યાગ કરતો રહે છે. અર્થાતુ કષાય થવાના સમયે એવો તો સાવધાન રહે છે કે કષાયો કોઈ સ્થાને પેસી ન જાય તેવો ખ્યાલ સતત જે રાખે છે તે જ પૂજ્ય બને છે.
-દશવૈકાલિક : ૧૪. આપને અમારાં અગણિત વંદન હો!
સિંહબાળ બા.બ.પૂ.શ્રી લીલાવતીબાઈ મહાસતીજી
[લીંબડી સંપ્રદાય શુભ નામ : લીલાવતીબહેન. જન્મદિન : સં. ૧૯૭૫. માગશર સુદ ૧૩, સુપ્રભાતે,
તા. ૧૫-૧૨-૧૯૧૮. દીક્ષાદાતા : પૂ.શ્રી દિવાળીબાઈ મ.સ. દીક્ષાદિન : વિ.સં. ૧૯૯૨, જેઠ સુદ સાડી અગિયારસ, તા. ૧-૬-૩૬,
સોમવાર. સંપ્રદાય : લીંબડી ગોપાલ સંપ્રદાય.
ધાર્મિક અભ્યાસ : ૧૧ વર્ષની ઉંમરે સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવ થોકડા, થોકડાના ૩૫ બોલ અને શાસ્ત્રજ્ઞાનનાં ઊંડાં અભ્યાસી.