________________
૨૨૬ ].
[ અણગારનાં અજવાળા
પુષ્પનો પમરાટ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ.
(ખંભાત સંપ્રદાય) નામ : પાર્વતીબહેન માતાપિતા : ચોક્સી કુટુંબ જન્મસ્થળ : લીંબડી (સૌરાષ્ટ્ર) દીક્ષાગુરુ : પૂ. આ. છગનલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી જડાવબાઈ મ.સ. કાળધર્મ : શરદપૂર્ણિમાની રાત્રે ૧૨=૦૦ કલાકે.
जावजीव परीसहा उवसग्गा य संज्ञाय । संबुडे देहमेयाए इति पन्नें हियासए ।। सबऽठेहिं अमुच्छिए आउ-कालस्य पारए ।
तिइकखं परमं नचा विमोहन्नयरं हियं ।। આત્મ સંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવન- પર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે.
(આચારાંગજી સૂત્ર)
પથરાઈ જશો તો પમરાટ વધશે
ખડકાઈ જશો તો ગંધાઈ જશો... પૃથ્વીને પટાંગણે કોઈક ઉચ્ચ આત્માઓ જાણે જન્મથી કે જનમોજનમથી પુષ્પના પમરાટની માફક પોતે પોતાના પમરાટને પાથરતા જાય છે. યુગો સુધી એ પમરાટ પથરાતો રહે છે. તે પમરાટને પામતાં પામર માનવીઓ પણ પોતાના જીવનની દિશા બદલી પમરાટ પાથરતા જાય છે.
આવાં જ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સતીજીનો જન્મ સૌરાષ્ટ્રના લીંબડી