________________
અણગારનાં અજવાળા ]
| [ ૧૪૫ પાસેથી બધાંએ સૂઝતું પાણી વાપર્યું પણ પૂ.શ્રી માણિક્યબાઈએ ચાલવાનો અને પાણીનો પરિષહ સમતાભાવે સહન કરી પાણી વાપર્યું નહીં.
વેલીએ આવ્યાં સો ફૂલ: જયવંતા જૈન શાસનમાં સમુક્તલ કીર્તિ પ્રસરાવનાર અજરામર સંઘના અઢીસો વર્ષના ઇતિહાસમાં સોમાં વર્ષમાં પ્રવેશેલા ચારિત્રાત્માઓમાં સૌ પ્રથમ પૂ.શ્રી વેલબાઈ સ્વામી હતાં. રાપર સંઘને આંગણે વિશ વીશ વર્ષથી બિરાજિત પૂ.શ્રી વેલબાઈ મ.સ.ની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે જન્મશતાબ્દી ઊજવાઈ, ત્યારે જોગાનુજોગ તેઓ ૧૦૦ શિષ્યાઓના ગુરુણીપદે હતાં.
શત વર્ષે જ્યારે તેઓની જન્મ શતાબ્દી ઊજવાઈ ત્યારે દૂર-સુદૂરથી દરેક સંપ્રદાયોનાં સાધુ-સંતો-સતીજીઓના, સંઘોના, શ્રેષ્ઠીઓના શુભેચ્છાના સંખ્યાબંધ પત્રો આવ્યા હતા, જેના સંદર્ભે વાત્સલ્યની વહેતી ધારા' શીર્ષક હેઠળ “માણિક્ય-લતા” શિષ્યામંડળના સંપાદન હેઠળ વીર સં. ૨૫૧૫-વિક્રમ સં. ૨૦૪પમાં પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. જે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બની રહેશે.
ઝગમગતું ઝવેર પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામી
[લીંબડી અજરામર સંપ્રદાય] નામ : (મોંઘીબહેન) દીક્ષા નામ : પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ. માતાપિતા : સોનબાઈ કરમણભાઈ લખધીર સાવલા.
સ્થળ : ખોરાઈ ગામ. જન્મ : વિ.સં. ૧૯૬૪, જેઠ સુદ ૪. દીક્ષા : ૨૦ વર્ષની ઉંમરે, જેઠ સુદ બીજ, સં. ૧૯૮૩.
ધીરે ગરિયા સિદ્ગ-ધીર સાધક સમભાવ સહન કરે.