________________
૧૮૦ ]
[ અણગારનાં અજવાળા શૈલી તલસ્પર્શી, વિચારસભર, ગંભીર-ભાવવાળી છે. તેમાં સાત્ત્વિક જ્ઞાન, સિદ્ધાંતદર્શન તેમ જ ધર્મના રહસ્યનો ઉદય દેખાય છે. તેમની વાણી સાંભળવાથી તત્ત્વજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. તેમનાં વ્યાખ્યાનો મિથ્યાત્વના તિમિરનાશક છે.”
વિધિનો સંકેત ઃ સં. ૨૦૩૧ની ચૈત્ર વદ ૧૧ મંગળવાર તા. ૬પ-૧૯૭૫ના રોજ ગૂઢવાણી ઉચ્ચારતાં, અગમનાં એધાણ પારખતાં હોય તેમ વિરમગામથી વિઠ્ઠલગઢ સવારે ૭-૪૫ વાગે આવી પહોંચ્યાં. વિહારમાં ખૂબ ધર્મ-ગોષ્ઠિ કરી હતી. પૂશ્રી મંજુલાબાઈ મ.સ.એ પૂછ્યું કે “આપની પથારી કઈ પાટ ઉપર કરું?” ત્યારે “ભદ્ર! આજે મારે પાટ ઉપર સૂવાનું જ નથી.” તેમ કહ્યું. જાણે કોઈ વિધિનો સંકેત હતો!
ભેદર્દષ્ટિ ટળે તો ભય ટળે ઃ તેમની તબિયત સારી હતી. મન સ્થિર અને આત્મા સ્થિત હતો. પૂ.શ્રીની વાણી સબળ હતી. તેમને કોઈ દર્દ ન હતું. છતાં બારમાં દસ મિનિટે પૂ. શ્રી હીરાબાઈએ તેમના પાર્થિવ દેહને છૂટતાં નિહાળ્યો. તેમને ધર્મ સંભળાવી પચ્ચક્માણ કરાવ્યાં અને તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તેમના પાર્થિવ દેહને લખતર લઈ જવામાં આવ્યો. ગામેગામથી સંતો-સતીજીઓ–લોકો પધાર્યા હતાં. ઉત્સવ ભવ્ય રીતે ગંભીરતાપૂર્વક ઊજવાયો.
વસુવાણીની ચિંતન કણિકાઓ ઃ સર્વ જગતમાં અજ્ઞાનતિમિરને હટાવી જ્ઞાનમાર્ગે લાવનાર સંસારનાં મૂળ જે રાગ અને દ્વેષ છે તેના ઉપર વિજય મેળવનાર, સર્વજ્ઞ બન્યા છે. તે કારણે ભગવાનને ચોસઠ ઇન્દ્રો અને સર્વ જગતના જીવો જેને વંદન કરે છે તે ભગવાન મહાવીરને આપણે પણ વંદન કરીએ.”
“આત્માનું ચિંતન નહીં આવે તો ચિંતા પણ નહીં ટળે. માટે સમર્થ રોય મા પમાયછે ભગવાન કહે છે : “હે ગૌતમ! ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ.”
ચિંતાનલનો દવ લાગ્યો ત્યાં ચિંતનજલ ઉપાય છે તેનો આત્મતત્ત્વ ચિઢ્યો નહીં જેણે જીવન વૃથા ગુમાવ્યું એણે.”
“છે ચિંતન સુધા તેથી ચિંતા-વિષ ટળે સદા; આત્મ-ચિંતન મુક્તિદ જીવન શુદ્ધિ-કારણે.”