________________
અણગારનાં અજવાળા ]
[ ૧૮૧ “યોગક્ષેમદ માંગલ્ય સેવો સૌ ધર્મનું મહા,
ચાર સંજ્ઞા ત્યજી આત્મા સાધો રમણતા સદા.”
પૂ.શ્રીનાં વ્યાખ્યાનો રોચક, સરળ, હૃદયંગમ અને લોકભોગ્ય અને રસાળ શૈલીમાં રજૂ થયાં. જનતાની આળસને ઉડાડી, પ્રમાદ અને સુષુપ્તિને ટાળી તેમનો પ્રયાસ લોકોને અંધકારમાંથી ઉજાસ ભણી લઈ જવાનો સતત
રહ્યો.
વિશ્વની ધરતીના અનંતપ્રવાસીની, મધુરભાષિણીના બોલને લોકો સાંભળવા ઝંખતાં. તેમની જ્ઞાન-જ્યોત ઝબૂકી ગઈ અને એક વિરાટ પ્રતિભાનાં દર્શન કરાવતી ગઈ.
આ છે અણગાર અમારાઆ.......આપને અમારાં અગણિત વંદન
હો....
જાત પર વિજય મેળવનાર પરાજય પામતો નથી.
ઝળહળતો હીરો પૂ. શ્રી હીરાબાઈ મહાસતીજી (ખત્રી)
[દરિયાપુરી સંપ્રદાય સંસારી નામ : પાર્વતીબહેન. માતા-પિતા : માતા : રળિયાતબહેન, પિતાશ્રી ડાહ્યાભાઈ આશરા,
જેતપુર.
શ્વસુર પક્ષ ઃ બોસમિયા પરિવાર. પતિનું નામ : વનમાળીદાસભાઈ.
મોસાળ : કાલાવડ. લગ્ન ઉંમર : ૧૧ વર્ષ, વૈધવ્ય ઉંમર ૧૫ વર્ષ દીક્ષાઉંમર : ૨૧ વર્ષ. દીક્ષાસ્થળ : સારંગપુર અમદાવાદ. દીક્ષાદાતા
(નાના ઉત્તમચંદજી મ. સા.).