________________
૧૮૨ ]
[ અણગારનાં અજવાળા દીક્ષાદિન : વિ.સં. ૧૯૯૪, વૈશાખ સુદ ૬, શુક્રવાર સવારે ૧૦ વાગે. દીક્ષા પછીનું નામ : પૂ. શ્રી હીરાબાઈ મ.સા. દીક્ષા પર્યાય ૪૧ વર્ષ કાળધર્મ દિન : સં. ૨૦૩પ તા. ૨૮-૧-૧૯૭૯. સોમવાર, મહા સુદ
૨. સાંજના ૪-૫૦ ક્લાકે. કાળધર્મ સ્થળ : અંધેરી, ઝાલાવાડ નગર, મુંબઈ, ઉંમર ૬૨ વર્ષની. આલોચના, સંથારો કરાવનાર ઃ આ. ગુ. ભ. પૂ. શ્રી શાંતિલાલજી મ. સા. અંતિમ ચાતુર્માસ : ઘાટકોપર, હિંગવાલા ઉપાશ્રય. દિલમાં દીવો કરો રે દીવો કરો, કૂડા કામક્રોધને પરહરો રે; સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું મટી જાશે....
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે.... ત્યારે ભોમંડળમાં થાશે અજવાળું રે....
-રામાનુજ તિર્થંકરોના પાદયુગ્મ જે ધરાની ધૂળના કણકણ પણ પવિત્ર થયેલા છે એવી કાઠિયાવાડની, સૌરાષ્ટ્રની ભૂમિમાં ધોરાજી ગામે બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરવા ખમીરવંતા ક્ષત્રિય કુળ-બ્રહ્મક્ષત્રિય કુળમાં આશરા પરિવારમાં પિતા ડાહ્યાભાઈનાં કુળમાં અને ભાગ્યવંતી માતા એવી રળિયાતબાઈની કૂખે ઈ.સ. ૧૯૭રમાં જેઠ સુદ ૧૧ની શુભ સવારે લાવણ્યમયી પુત્રી પાર્વતીનો જન્મ થયો.
સુસંસ્કારોના ઘડતર સાથે પાણીના રેલાની માફક સમય પસાર થતો હતો. ત્યાં “ઘર ઘર'ની રમત રમતી ૧૧ વર્ષની આ ઢીંગલીએ બોસમિયા પરિવારમાં વનમાળીદાસભાઈ સાથે શ્વસુરપક્ષે પગરણ માંડ્યાં. કુમળી કળી બની કુળવધૂ. ત્યાં તો સંસાર માંડ્યો ન માંડ્યો ને પાર્વતીના જીવનમાં વાવાઝોડું ફૂંકાયું. સપનાનો મહેલ પણ પૂરો ચણાયો ન ચણાયો ત્યાં તો ધરાશાયી થઈ ગયો. લગ્ન પછીનાં ત્રણ, ચાર વર્ષમાં વનમાળીદાસ ટૂંકી બિમારી ભોગવીને પરલોક તરફ પ્રયાણ કરી ગયા. દીકરી વિધવા બની.
વ્યક્તિ અસંગ બને છે ત્યારે તેને ભક્તિનો એક રાજમાર્ગ મળી જાય છે. તેને જાણે પોતાનું એક અનોખું વિશ્વ મળી જાય છે. અંતરની દૃષ્ટિનો ઉઘાડ