________________
અણગારનાં અજવાળા ].
[ ૧૮૩ થાય છે. હવે તેનો અંતરાત્મા પણ કાંઈક અવાજ દેવા માંડે છે અને તે વ્યક્તિની દશા બદલાઈ જાય છે અને તેને એક નવી દિશા મળી જાય છે. જ્યાંથી માનવીને મેળવીને કાંઈ ગુમાવવું ન પડે. જે કાયમ પોતાની પાસે રહેવાનું છે એવું પરમતત્વ પરમેશ્વર છે. તેને શોધવાનો પરમ માર્ગ તેને મળી રહે છે.
પિયરમાં પાછી આવતી આ દીકરી પાર્વતીએ પુનર્લગ્નનો વિચાર ન કર્યો. જીવનમાં બનેલી આ દુઃખદ ઘટનાએ પાર્વતીના જીવન-નાવની દિશા બદલી નાખી. ઉજ્વળ ભાવિનાં એંધાણ વરતાવાં લાગ્યાં. એ સમયે સારંગપુરમાં બિરાજતાં દ. સં. ના પૂ. શ્રી છબલબાઈ મ.સ.ની વાણી સાંભળવા પાર્વતીબહેન અને તેમની માતા રળિયાતબાઈ રોજ ઉપાશ્રયે જતાં. પૂ. શ્રી છબલબાઈ મ.સ.ની પાર્વતીબહેનની દીક્ષા માટેની ઇચ્છાને ને મસ્તકે ચડાવી પાર્વતીબહેને જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. બે ચોપડી માત્ર ભણેલાં તેમણે ૧૦ થોકડા, સામયિક, પ્રતિક્રમણ વગેરે કંઠસ્થ કરી લીધું, સાથે સૂત્રોનો પણ અભ્યાસ કરતા ૧૦ થોકડાં, સામાયિક, પ્રતિક્રમણ વગેરે કંઠસ્થ કરી લીધું, સાથે સૂત્રોનો પણ અભ્યાસ કરતાં.
અને પૂ. શ્રી નાના ઉત્તમચંદજી ગુરુદેવ (દરિયાપુરી સંઘ), માતાપિતા વગેરે સર્વેની સંમતિ મેળવી ૧૯૯૪ના વૈશાખ સુદ છઠ્ઠ ને શુક્રવારે સવારે ૧૦ વાગે ૨૧ વર્ષની ઉંમરે સારંગપુર મુકામે મૂલ્યવાન સાચા હીરા જેવા ગુણોથી ઝળકતાં પાર્વતીબહેન સંયમ અંગીકાર કરી સંસારી મટી સંયમી બન્યાં. પૂ. શ્રી છબલબાઈ મ.સ. એ તેમનું નામ પૂ. શ્રી હીરાબાઈ મ.સ. રાખ્યું.
દીક્ષા લીધા બાદ પૂ. શ્રી હીરાબાઈ મ.સ. સેવા-સ્વાધ્યાયમાં લીન બન્યાં. ગુરુની આજ્ઞાનો પડ્યો બોલ ઝીલતા. અને ગૃહસ્થનો પરિચય કરતાં નહીં. સહુની વચ્ચે છતાં સહુથી વિરક્ત રહેતાં. તેમનો કંઠ કોકિલ જેવો મીઠો અને સુમધુર હતો. ૫00 સઝાયો તેમને કંઠસ્થ હતી. રૂપાળાં હોવાથી શીલનું રક્ષણ કરવા માટે સતત સાવધાની રાખતા. અલ્પમિતભાષી, કષાયોની ઉપશાંતતા, સ્વભાવમાં સરળતા, વ્યવહારની કુશળતા અને અશાતાના ઉદયમાં ઉકળાટ કે અકળામણ અનુભવતાં નહીં. પૂ. શ્રી છબલબાઈ મ.સ., પૂ.શ્રી પાલીબાઈ મ.સ., પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ની તન, મનથી સેવા કરી. તેમનામાં અનન્ય આતિથ્થભાવ, આદરભાવ અને વિનયભાવ ઝળકતો. ગમે